Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં નજીવા મુદ્દે પરિવારે એક યુવતિ પર હુમલો કરતાં ગંભીર

Share

શહેરના બહારની ઉંડાઈ વિસ્તારની ઘટના

1 ભરૂચ

Advertisement

ભરૂચ શહેરના બહારની ઊંડાઈ વિસ્તારમાં રહેતી અનમ સાહિદ અલી કુરેશીની માતા હદીસબાનુ સાથે તેના કાકા જાહીદ કુરેશીને કોઈ વાતે બોલાચાલી થઈ હતી. જેથી તેની માતા હદીસબાનુ તેના કાકાને તેમના ફળિયાની બહાર મુકવા જતાં હતાં. જેથી અનેમ પણ તેમની પાછળ પાછળ ગઈ હતી. જે બાદ તે એકલી પરત ઘર તરફ આવી રહી હતી. તે વેળાં તેમના ફળિયામાં રહેતાં શબાનાબેન સુસેનમી શેખ તેને જોઈને અપશબ્દો ઉચ્ચારવા લાગી હતી. જેથી તેણે તેમને અપશબ્દોનહીં બોલવા કહેતાં શબાનાએ કોન કરી તેના પતિને બોલાવતાં તે પણ ત્યાં આવી ગયો હતો. તે પણ તેને અપશબ્દો ઉચ્ચારતો હોઈ તેને અપશબ્દો બોલવાની ના પાઠતાં હુસેનમીયા તેમજ તેના છોકરાઓ મુબારક શેખ અને અલતાફ શેખ પણ ત્યાં આવી પહોંચ્યા હતાં. તેઓએ મળી અનુમ કુરેશીને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઈજાચસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે ભરૂચ એ ડિવિજન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

નડિયાદ સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં હિન્દી દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

અદાણી ફાઉન્ડેશનના “ફોર્ચ્યુન સુપોષણ” પ્રોજેક્ટ દ્વારા ઉમરપાડામાં રાષ્ટ્રીય પોષણ માસ ઉજવાયો

ProudOfGujarat

અંકલેશ્વર પંથકમાં વણશોધાયેલ બે ગુનાઓ શોધી એક ઈસમની અટકાયત કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!