Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર એર સ્ટ્રીપ પર તા.૭મી ડિસેમ્બરે સારંગ હેલિકોપ્ટર એર શો

Share

BDMA ની ઓફીસ ખાતે સારંગ આકાશગંગા શો ની માર્ગદર્શિકા અપાઈ

। ભરૂચ ।

Advertisement

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલા સુચિત એરપોર્ટ ખાતે આગામી તારીખ ૭ મી ડિસેમ્બર રવિવારના રોજ યોજાનાર સારંગ હેલીકોપ્ટર એર શો ના આયોજન અમલવારી સંદર્ભે બીડીએમએ ખાતે સારંગ આકાશગંગા એર શોની ટીમના પ્રતિનિધિઓએ સમગ્ર કાર્યક્રમ અંગેની માહિતી આપી હતી.

ભારતીય યુવાસેનાના સહયોગથી અંકલેશ્વર ખાતે ૬ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ રિહર્સલ અને તા.૭ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ ફાઈનલ સારંગ હેલિકોપ્ટર એર શો યોજાનાર છે. આ એર શો માટે સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ, આરોગ્ય, ફાયર એન્ડ સેફટી, પોટોકોલ, આમંત્રણ, ઓડિયન્સ સહિત અન્ય સંબંધિત વ્યવસ્થાઓ સુચારૂ રીતે અમલી થાય તે માટે જિલ્લા સ્તરના વિવિધ વિભાગોના અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, નગરપાલિકા, જીઆઈડીસી ફાયર વિભાગ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ બીડીએમએ ખાતે સારંગ આકાશગંગા એર શોની ટીમના પ્રતિનિધિઓએ સમગ્ર કાર્યક્રમ અંગેની માહિતી આપી હતી.


Share

Related posts

માંગરોળ ના નવી નગરી ફળિયામાં રહેતા ચાર યુવાનોને કોરોના શંકાસ્પદ લક્ષણો દેખાતા હોમ કોરોનટાઇન કરાયા.

ProudOfGujarat

સુરત : લાલગેટ વિસ્તારમાં સ્થાનિકે વિરોધ દાખવતા મારામારી કરતા સમગ્ર ઘટના સી.સી.ટી.વી કેમેરામાં કેદ થઇ.

ProudOfGujarat

ભરૂચનાં ઝનોર ગામે કપિરાજે 3 લોકોને બચકાં ભરતાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!