Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં પાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું ચેકીંગ

Share

લારી-ગલ્લા પર ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સાફસફાઈનું નિરીક્ષણ કરાયુ

। ભરૂચ ।

Advertisement

ભરૂચ નગર સેવાસદન તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ખાણીપીણીની લારીઓ પર ચેકીંગ કરવામાં આવ્યુ હતુ જેમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા સહિત સાફ-સફાઈ અંગેનું નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.

ભરૂચ નગર સેવાસદન તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આજરોજ શહેરના શકિતનાથ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. ખાણીપીણીની દુકાનો તેમજ લારીઓ પર અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ચેકીંગ કરાયુ હતુ.ખાણીપીણીની લારીઓ પર સાફ સફાઈ રાખવામાં આવે છે કે કેમ કચરાનો વ્યવસ્થિત રીતે નિકાલ તેમજ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સહિતની ચીજવસ્તુઓનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ અને જરૂર જણાયે સુચના પણ આપવામાં આવી હતી. કેટલીક વખત ખાણીપીણીની લારીઓ પર અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ થતુ હોય છે જેનાથી લોકોનું આરોગ્ય જોખમમાં મુકાય છે ત્યારે નગર સેવાસદન અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ પ્રમાણે ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે. આ પ્રક્રિયામાં નગર સેવાસદનન ચીફ ઓફીસર હરેશ અગ્રવાલ, ફૂડ ઓફીસર નિકિતા પટેલ, એ.બી.રાઠવા તેમજ કર્મચારીઓ જોડાયા હતા.


Share

Related posts

લોકડાઉન દરમિયાન બાળકોને અભ્યાસનો મહાવરો ચાલુ રાખવા નવા નદીસર ગામની શાળામાં નવતર પ્રયોગ તમામ બાળકોને માઈક્રોસોફ્ટ ટીમનાં આઈડી બનાવી વર્ચ્યુઅલ કલાસરૂમમાં જોડયા.

ProudOfGujarat

ભરૂચ : બાળકોનાં ઓનલાઈન આર.ટી.ઇ. પ્રવેશ અંગે મૂળ નિવાસી સંધ દ્વારા ગાંધીનગર અગ્ર સચિવ (શિક્ષણ) ને આવેદનપત્ર ભરૂચ જીલ્લા કલેકટર મારફત અપાયું.

ProudOfGujarat

મોડાસા તાલુકાના ટિંટોઈ ગામે આવેલી પૌરાણિક વાવની જાળવણીના અભાવે દુર્દશા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!