Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ એલસીબીનો સપાટો: નર્મદા બંગ્લોઝમાં રૂ. ૧.૮૨ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, અમદાવાદથી એક તસ્કર ઝડપાયો : ખોખરા વિસ્તારમાં છુપાયેલા આરોપીને પકડી પાડતી ભરૂચ LCB : ત્રણ તસ્કરોની ટોળકીએ સોનાના દાગીના અને રોકડ ચોરી કરી હતી: અન્ય ૨ વોન્ટેડ

Share

ભરૂચ

ભરૂચ શહેરના મકતમપુર સ્થિત નર્મદા બંગ્લોઝમાં ગત ૧૩ ઓક્ટોબરે થયેલી રૂ. ૧.૮૨ લાખની સનસનાટીભરી ચોરીનો ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) પર્દાફાશ કર્યો છે. અમદાવાદના ખોખરા વિસ્તારમાં દરોડો પાડી પોલીસે સાબુગઢ ઝૂંપડપટ્ટીના એક તસ્કરને ચોરીના મોબાઈલ સાથે ઝડપી પાડ્યો છે.

Advertisement

ગત ૧૩ ઓક્ટોબરે મકતમપુર નજીકના નર્મદા બંગ્લોઝમાં તસ્કરો ત્રાટક્યા હતા. મકાનનો દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશેલા તસ્કરોએ લોખંડની તીજોરી તોડીને સોનાના દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ રૂ. ૧,૮૨,૫૪૮ ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ભરૂચ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા તપાસ એલસીબીને સોંપાઈ હતી.

વડોદરા રેન્જ આઈજી સંદીપ સિંહ અને ભરૂચ એસપી અક્ષયરાજની સૂચનાથી LCB PI એમ.પી. વાળાની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. PSI એ.વી. શિયાળીયા અને તેમની ટીમે સીસીટીવી એનાલિસિસ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મેળવી હતી કે, ચોરીમાં ભરૂચની સાબુગઢ ઝૂંપડપટ્ટીનો સતનામ સિલીગર સંડોવાયેલો છે અને હાલ અમદાવાદના ખોખરામાં છુપાયો છે. એલસીબીની ટીમે તાત્કાલિક અમદાવાદ પહોંચી વોચ ગોઠવીને સતનામની અટકાયત કરી હતી.

પોલીસની કડક પૂછપરછમાં આરોપી સતનામ ભાંગી પડ્યો હતો. તેણે કબૂલાત કરી હતી કે તેણે પોતાના સાગરીતો લખનસિંગ બાવરી અને સંજય વસાવા સાથે મળીને નર્મદા બંગ્લોઝમાં ચોરી કરી હતી. પોલીસે આરોપી પાસેથી રૂ. ૫,૦૦૦ ની કિંમતનો મોબાઈલ જપ્ત કરી તેને સી-ડિવિઝન પોલીસને સોંપ્યો છે, જ્યારે અન્ય બે ફરાર સાગરીતોની શોધખોળ હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચની રૂકમણી દેવી રૂંગટા વિધાલયમાં પ્રવેશ માટે એડમિશન ફોર્મ ન મળતા હોવાથી જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

પંચમહાલ : ઘોઘંબાની ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપનીમાં ભયંકર વિસ્ફોટ થતા વિકરાળ સ્વરૂપમાં આગ : 2 ના મોત.

ProudOfGujarat

ભરૂચમાં મોંઘવારીના વિરોધમાં મહિલા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન :  પાંચબત્તી સર્કલ ખાતે ખાંડ, ગોળ સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવ સામે મહિલાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!