Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગુજરાત કબડ્ડી લીગ (GKL) સીઝન-1 માં ‘ભરૂચ લાયન્સ’ની ભવ્ય એન્ટ્રી: ભરૂચના 6 ખેલાડીઓની પસંદગી : ઓક્સિલિયમ સ્કૂલનો યુવરાજ સમગ્ર ગુજરાતમાં સૌથી નાની વયનો ખેલાડી બન્યો, ભરૂચનું ગૌરવ વધાર્યું : અશ્વિની ડેવલપર્સના ચાર મિત્રોએ ફ્રેન્ચાઇઝી ખરીદી, રોટરી ક્લબ ખાતે ટીમના લોગોનું અનાવરણ કરાયું

Share

ભરૂચ

ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિયેશન અને સીડી સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે યોજાનારી ‘ગુજરાત કબડ્ડી લીગ’ (GKL) સીઝન-1 માં ભરૂચનું પ્રતિનિધિત્વ કરતી ‘ભરૂચ લાયન્સ’ ટીમની ભવ્ય એન્ટ્રી થઈ છે. આ જાહેરાત સાથે જ ભરૂચના રમતગમત ક્ષેત્રમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.

Advertisement

ગુજરાતના સ્થાનિક કબડ્ડી ખેલાડીઓને વ્યાવસાયિક સ્તરે ઉત્કૃષ્ટ પ્લેટફોર્મ પૂરું પાડવાના આશયથી શરૂ કરાયેલી આ લીગમાં કુલ ૮ ફ્રેન્ચાઇઝી ટીમો ભાગ લેશે. સમગ્ર રાજ્યમાંથી ૪૦૦ થી ૫૦૦ ખેલાડીઓની પસંદગી પ્રક્રિયામાંથી ૧૪૦ ખેલાડીઓની આખરી પસંદગી કરવામાં આવી છે. દરેક ફ્રેન્ચાઇઝી ટીમમાં ૧૪-૧૪ ખેલાડીઓનો સમાવેશ કરાશે.

ભરૂચના અશ્વિની ડેવલપર્સ સાથે સંકળાયેલા ચાર મિત્રો — શ્રી રાજશેખર ભાઈ, ડૉ. વિક્રમભાઈ, શ્રી માર્ગેશ રાજ અને શ્રી હર્ષભાઈ ના સહયોગથી ‘ભરૂચ લાયન્સ’ ફ્રેન્ચાઇઝી ખરીદવામાં આવી છે. ભરૂચની રોટરી ક્લબ ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં ટીમના લોગોનું અનાવરણ કરી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

લીગ માટે ભરૂચના કુલ ૬ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં સૌથી વિશેષ અને ગૌરવપૂર્ણ બાબત એ છે કે ભરૂચની ઓક્સિલિયમ સ્કૂલમાં અભ્યાસ કરતો યુવા ખેલાડી યુવરાજ સમગ્ર ગુજરાત કબડ્ડી લીગમાં સૌથી નાની વયનો ખેલાડી તરીકે પસંદગી પામ્યો છે. યુવરાજની આ અદભુત સિદ્ધિ અન્ય યુવા ખેલાડીઓ માટે પ્રેરણા સ્ત્રોત બનશે.


Share

Related posts

ભરૂચ:મતગણતરીના દિવસે વાહનોના અવર-જવર ઉપર કેટલાંક નિયંત્રણો મુકાયા…

ProudOfGujarat

‘ફેમિલી ડોક્ટર’ની જેમ હવે ‘ફેમિલી ફાર્મર’નો સમય આવ્યો : પ્રભારીમંત્રી : ભરૂચમાં પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્રનું લોકાર્પણ

ProudOfGujarat

કેવડિયા ખાતે નર્મદા કોંગ્રેસે કોરોનાનાં વધતા કેસો સામે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી તાત્કાલિક ધોરણે બંધ કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં કલેકટરને આવેદન આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!