Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હિન્દુ મહિલા પર દુષ્કર્મ આચરી તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરતાં મૌલવીના ગેરકાયદેસર બાંધકામો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવાયું

Share

અંકલેશ્વરના એક ગામમાં હિન્દુ મહિલા પર દુષ્કર્મ આચરી તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરતાં મૌલવીના ગેરકાયદેસર બાંધકામો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી પરવાનગી વગરનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું

 

Advertisement

અંકલેશ્વર અને સુરત જિલ્લાની હદ પર આવેલા એક ગામમાં મૌલવી દ્વારા હિન્દુ મહિલા સાથે દુષ્કર્મ આચારવાનો ચકચારી મામલો સામે આવ્યો હતો.આ અંગે પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે મૌલવી અઝવદ બેમાતની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન પોલીસે તપાસ કરતા આરોપીએ કરમાલી તેના રહેણાંક મકાન દુકાન અને મદ્રેસામાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાનું બહાર આવ્યુ હતું. જેના પગલે તાલુકા પંચાયતના અધિકારીઓ અને પાનોલી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા આરોપીના ઘર, દુકાન અને મદ્રેસામાં કરાયેલ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી પરવાનગી વગરનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. આરોપી દ્વારા મહિલાને સુગંધી પાણી પીવડાવી તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ત્યારબાદ મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવા દબાણ પણ કરતો હોવાનો ખુલાસો થયો હતો.આરોપી મૌલવી કેનેડાનો સીટીઝન છે અને અગાઉ પણ તેના વિરુદ્ધ ગુના નોંધાઇ ચુક્યા છે.


Share

Related posts

નડિયાદ : વેપારીને સોશિયલ સાઇટ થકી પરિચયમાં આવેલ વ્યક્તિ સાથે ધંધામાં રોકાણ કરવા જતા છેતરપિંડીનો શિકાર બન્યા

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાનાં ૧૭ ખેડૂતોને બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી સન્માનિત કરાયા.

ProudOfGujarat

આપણા દેશમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવાથી કાગળ અને કાપડના રાષ્ટ્ર ધ્વજ ૨૬ મી જાન્યુઆરી નાં પૂર્વે માર્કેટમાં વેચાતા જોવા મળ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!