Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ પોલીસની સરાહનીય કામગીરી : ખોવાયેલો રોકડ અને દસ્તાવેજો ભરેલો થેલો માલિકને પરત

Share

 

ભરૂચ શહેરના ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે ઈમાનદારી અને ત્વરિત કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રસ્તા પર ખોવાઈ ગયેલો રોકડ રકમ અને મહત્વના દસ્તાવેજો ધરાવતો થેલો શોધી પોલીસે તેના મૂળ માલિક સુધી સુરક્ષિત રીતે પહોંચાડ્યો હતો.

Advertisement

મળતી માહિતી મુજબ, ઝાડેશ્વર પોલીસ ચોકી ખાતે એક જાગૃત નાગરિક રસ્તા પરથી મળેલો એક થેલો લઈને પહોંચ્યા હતા. થેલાની તપાસ કરતાં તેમાં રોકડ રકમ ઉપરાંત કેટલાક અગત્યના દસ્તાવેજો હોવાનું સામે આવ્યું હતું.

આ અંગે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એસ. પાટીલ તથા સ્ટાફે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. થેલામાંથી મળેલા આધારકાર્ડના આધારે માલિકની ઓળખ વડોદરાના ભાખરવાડી નાકા, મદનઝાંપા વિસ્તારમાં રહેતા કિન્જલબેન ઉત્કર્ષભાઈ જેઠીયા તરીકે થઈ હતી.

પોલીસે આધારકાર્ડની વિગતોના આધારે કિન્જલબેનનો સંપર્ક કરી તેમને ઝાડેશ્વર પોલીસ ચોકી ખાતે બોલાવ્યા હતા. ઓળખની પુષ્ટિ બાદ રોકડ રકમ અને જરૂરી દસ્તાવેજો સહિતનો થેલો તેમને પરત સોંપવામાં આવ્યો હતો.

ખોવાયેલી વસ્તુઓ સુરક્ષિત રીતે પાછી મળતાં કિન્જલબેને ભરૂચ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી. સમગ્ર ઘટનાએ ફરી એકવાર “પોલીસ પ્રજાનો મિત્ર” સૂત્રને સાર્થક બનાવ્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.


Share

Related posts

ભરૂચ તાલુકાના હિંગ્લોટ ગામના મુનાફ પટેલના સુપુત્ર કૈફ પટેલની દક્ષિણ આફ્રિકા ખાતે CSA T – 20 આફ્રિકા કપ ટુર્નામેન્ટમાં પસંદગી.

ProudOfGujarat

રાજ્યમાં ફરી રાજનીતિ ગરમાશે, રાજ્યસભા બાદ હવે ભાજપ કોંગ્રેસે શરૂ કરી પેટા ચૂંટણીની તૈયારી.

ProudOfGujarat

વડોદરા : ગંધારા સુગર ફેકટરી ખાતે કસ્ટોડિયન બોર્ડ દ્વારા ખેડૂતો સાથે બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!