જાણવા મળ્યા મુજબ ભરૂચ જિલ્લા પંચાયત સભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર, ઉદેસંગ જાદવ અને વાગરા તાલુકા પંચાયતના સભ્ય તારા વસાવાને પક્ષ વિરોધી પવૃત્તિ કરવા બદલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે…..
ત્રણેવ સભ્યો ને સસ્પેન્ડ કરવામાં આવતા ભરૂચ કોંગ્રેસ માં અંદરો અંદર રાજકારણ ગરમાયુ હતું.. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં આ ત્રણ સભ્યોએ પક્ષના આદેશ વિરુદ્ધ જઇ મતદાન કર્યું હતું…જે બાબત કોંગ્રેસ માં અને લોકો વચ્ચે ટોક ઓફ ધી ટાઉન બની હતી જે બાબતોને ધ્યાન માં રાખી પ્રદેશ કોંગ્રેસ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોય તેમ પ્રાથમિક જાણકારી મળી રહી છે……

LEAVE A REPLY