Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં એટીએમમાં રૂપિયા ઉપાડવા મદદના બહાને કાર્ડ બદલી 25 હજારની ઠગાઇ

Share

શાલીમાર ખાતે આવેલાં બેંક ઓફ બરોડાના એટીએમ ખાતેની ઘટના
ભરૂચ.
ભરૂચના અયોધ્યાનગર ખાતે રહેતાં લક્ષ્મણ ખુમાનસિંહ મકવાણા ગત 24મી નવેમ્બરે સવારના સવાદશેક વાગ્યાના અરસામાં તેમના ખાતામાંથી રૂપિયા ઉપાડવાના હોવાથી તેઓ શાલીમાર ખાતે આવેલાં બેંક ઓફ બરોડાના એટીએમ ખાતે રૂપિયા ઉપાડવા ગયાં હતાં. જોકે, એટીએમ પ્રોસેસ કરતી વેળાં એટીએમમાંથી રૂપિયા નિકળતાં ન હતાં. દરમિયાનમાં ત્યાં ઉભેલાં એક યુવાને તેમને મદદ કરવાનું તેમની સાથે એટીએમમાંથી પ્રોસેસ કરવા માટેના બે-ત્રણ પ્રયાસ કર્યાં હતાં. તેમજ તે વેળાં તેમનો એટીએમનો પીન નંબર મેળવી લીધો હતો. જે બાદ રૂપિયા નહીં ઉપડે તેમ કહીં તેમને તેમનો કાર્ડ આપતાં તેઓ પોતાના ઘરે આવી ગયાં હતાં. દરમિયાનમાં તેમના મોબાઇલ પર તબક્કાવાર રીતે એટીએમમાંથી કુલ 25 હજાર રૂપિયા ઉપાડ્યાંના મેસેજ આવેલાં દેખાયાં હતાં. અરસામાં તેમને શંકા જતાં પોતાના પાસેનો કાર્ડ જોતાં તેે બેંક ઓફ બરોડાનું જ પરમાર ધ્રુવરાજસિંહના નામનું હોવાનું માલુમ પડ્યું હતું. બનાવને પગલે તેમણે ભરૃચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ભારતીય બનાવટનાં ઇંગ્લિશ દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંકલેશ્વર પોલીસ.

ProudOfGujarat

જિલ્લા કલેક્ટરની ઝઘડીયા મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાત બાદ બે કર્મચારીઓની બદલીના હુકમ કરાતા ચકચાર.

ProudOfGujarat

લીંબડી સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે આજે અન્ડર નાઈન્ટીન તાલુકા કક્ષાની ખોખો સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!