Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેગામ ગામે પાતાળકુવા ફળિાયમાં ગૌહત્યા કરતો પુત્ર ઝડપાયો, પિતા સહિત ત્રણ ફરાર

Share

ભરૂચ તાલુકા પોલીસે 330 કિલો ગૌમાંસ જપ્ત કર્યું, 4 પશુઓને મુક્ત કરાયાં
ભરૂચ.
ભરૂચ તાલુકામાં આવેલાં દહેગામ ગામે પાતાળકુવા ફળિયામાં રહેતાં મુનાફ મુસા કાળા તેના રહેણાંક ઘરની નીચે આવેલાં ભેંસોના તબેલામાં કતલ કરવાના ઇરાદે ગાયો બાંધી છે. અને ગાયોનું કતલ કરવાનાં છે. તેવી ચોક્કસ બાતમી ભરૂચ તાલુકા પીઆઇને મળી હતી. જેના પગલે ટીમે તુરંત એક્શનમાં આવી મધ્યરાત્રીએ સ્થળ પર દરોડો પાડ્યો હતો. મુનાફ મુસા કાળાના રહેણાંક ઘરની બાજુમાં ખુલ્લા વાડામાં કેટલાંક શખ્સો બેટરી-ટોર્ચના અજવાળે એક ગાયનું કતલ કરી છરા વડે તેના ટુકડાં કરી રહ્યાં હતાં. ટીમને જોઇને ત્યાં હાજર ચાર  પૈકીના ત્રણ નાસી છુટ્યાં હતાં. ટીમે તેને ઝડપી પાડી પુછપરછ કરતાં તેનું નામ મહમદઅસદ મુનાફ મુસા કાળા હોવાનું જણાવ્યું હતું. ટીમે સ્થળ પર તપાસ કરતા
 તેઓએ એક ગાયની કતલ કરી તેના ટુકડા કર્યાં હોવાનું સ્પષ્ટપણે જણાઇ આવ્યું હતું. બીજી તરફ દહેગામ વિસ્તારના પશુચિકીત્સક ડોક્ટર મિતેશ ભાટીયાને  સ્થળ પર બોલાવી તપાસ કરાવતાં તેમના પૃથ્થકરણમાં પણ તે ગાય જ હોવાનું સ્પષ્ટ થયું હતું. ટીમે ઝડપાયેલાં મુહમંદઅસદ મુનાફ મુસા કાળા પાસેથી એક મોબાઇલ તેમજ સ઼્થળ પરથી 330 કિલો ગૌમાંસ તેમજ કતલ માટેના બે મોટા છરા, 3 નાના ચપ્પા, છરીને ધાર કાઢવાના બે છરા, દોરડા,  તેમજ અન્ય છરા, ચપ્પુ, સળિયા સહિતનો સમાન જપ્ત કર્યોં હતદ. ઉપરાંત તેઓએ ત્યાં કતલના ઇરાદે બાંધી રાખેલી બે ગાય અને બે વાછરણા મળી કુલ 1.05 લાખના પશુઓને છોડાવ્યાં હતાં. તેમજ તેમને સુરક્ષિત રીતે કરજણ પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યાં હતાં. બીજી તરફ ટીમે 330 કીલો ગૌમાંસનો સુચારૂ રીતે નાશ કરવામાં આવ્યો હતો. ફરાર થઇ ગયેલાં સાગરિતો અંગે મુહમંદઅસદ મુનાફ મુસા કાળાએ જણાવ્યું હતું કે,તે પૈકીના એક તેના પિતા મુનાફ મુસા કાળા તેમજ તેમના બે કારીગરો હતાં. ટીમે તેમને વોન્ટેડ જાહેર કરી તમામ ચાર વિરૂદ્ધ પ્રાણીઓની સાવણી અંગેનો અધિનિયમન તેમજ પશુઓ પ્રત્યેનો ઘાતકપણું અટકાવવાના અધિનિયમની કલમો હેઠળ તેમની સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાંથી બ્રેઇન ડેડ થયેલા વ્યક્તિનું અંગદાન કરાયું.

ProudOfGujarat

ઝઘડિયા ખાતે કરોડોના ખર્ચે બનેલી ગટર લાઇનનું વર્ષોથી મોટાપાયે લીકેજ થતાં જનતામાં રોષ…

ProudOfGujarat

જ્યોર્જિયા એન્ડ્રિયાની એ ઇનસ્ટાગ્રામ પર એક ફોટો ડમ્પ પોસ્ટ કરતા ચાહકો અભિનેત્રીની પ્રશંસા કરવાનું રોકી શક્યા નહીં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!