Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ નગરપાલિકાએ ત્રણ કૃત્રિમ કુંડોમાં પાંચ નદીઓના પવિત્ર જળથી કરાવ્યું વધામણું : ધારાસભ્યના હસ્તે ગણેશ વિસર્જન વિધિ

Share

ભરૂચમાં ગણેશ વિસર્જનને લઇ તંત્ર દ્વારા સુવ્યવસ્થિત તૈયારીઓ કરવામાં આવી છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના ત્રણ સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરાયું છે. શક્તિનાથ નજીક જે.બી. મોદી પાર્ક, મકતમપુર તથા ઝાડેશ્વર ગાયત્રી મંદિર પાસે આવેલા આ ત્રણેય કુંડોમાં આજે પવિત્ર નદીઓના જળથી વધામણા કરવામાં આવ્યા હતા.વિધિ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ તથા મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે ગંગા, નર્મદા, તાપી, મહીસાગર અને સરવસ્તી નદીના પવિત્ર જળથી પૂજન અર્ચન કરી કુંડોના વધામણા કરાયા બાદ વિધિવત ગણેશ પ્રતિમાનો વિસર્જન કરાયો હતો.

અનંત ચતુર્થીના દિવસે ભરૂચ શહેરના દુંદાળા દેવ ગણેશજી વિદાય લેતા, વહેલી સવારથી જ ભક્તોએ ગણેશ પ્રતિમાઓ લઈને કુંડોમાં વિસર્જન કરવાનું શરૂ કર્યું હતું. આ અવસર પર ભક્તિભાવભર્યું વાતાવરણ સર્જાયું હતું અને “અગલે બરસ તું જલ્દી આ”ના નારાઓ વચ્ચે બાપાને વિદાય આપવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : બાઇક પર આવેલા તસ્કરો રિક્ષા ચોરી ફરાર, સમગ્ર ઘટના સી.સી.ટી.વી. માં કેદ.

ProudOfGujarat

વર્લ્ડ વૉટર ડે પર સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ, વિશ્વમાં 26% વસતી પાસે પીવાલાયક ચોખ્ખું પાણી જ નથી

ProudOfGujarat

ઝઘડીયાના ઉમલ્લા ખાતે બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતીની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!