Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળના શાહ નવાપરા ગામમાં સ્ટલિંગ એન્ડ એકવા ક્લચર ઇન્ડિયા પ્રા.લી.કંપનીના પ્રદુષણથી ગ્રામજનોમાં આક્રોશ

Share

વાંકલ ::

માંગરોળ તાલુકા શાહ ગામના વિસ્તારમાં આવેલી સ્ટલિંગ અક્વાક્લચર ઇન્ડિયા પ્રા.લી.કંપની માંથી સતત ધુમાડો છોડતા ધુમાડા થી માનવી અને અન્ય જીવસુષ્ટિ માટે પણ હાનિકારક સાબિત થઈ રહ્યો છે અને પર્યાવરણ પ્રદૂષિત રહ્યું છે.ગ્રામજનોનું કહેવું છેકે ધુમાડા ના કારણે શ્વાસ લેવા માં મુશ્કેલી ઉભી થઈ રહી છે.ગ્રામજનોએ જણાવ્યુકે “આવો ઝેરી ધુમાડો શ્વાસમાં ભરતા રોજ રોજ મોતના ઘૂંટ ભરીએ છીએ. સરકાર તાત્કાલિક આ અંગે પગલાં ભરે તે જરૂરી છે.સતત વધતા હવામાના પ્રદુષણ ને કારણે દમ, કફ ખાંસી, ફેફસા ના રોગો કેન્સર સહીત ની ગંભીર બીમારીઓ પેદા થવાની શક્યતા વધી રહી છે. ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. કારણકે પાક પર પણ સીધી અસર થઈ રહી છે. આ મુદ્દે શાહ ગ્રુપ ગ્રામપંચાયતે તંત્રને રજુઆત કરી છે અને તાત્કાલિક ધોરણે પગલાં ભરવાની માંગ કરી છે.જો કોઈ કાર્યવાહી ન કરવામાં આવશેતો શાહ ગ્રુપ પંચાયત દ્વારા કંપની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એમ જણાવાયું છે.

Advertisement

Share

Related posts

મનરેગા યોજનાના નામમાંથી ગાંધીજીનું નામ દૂર કરવાના વિરોધમાં કોંગ્રેસનો દેખાવો

ProudOfGujarat

ભરૂચ : ગુમાનદેવનાં મહંતે લૂંટારુ ટોળાં પર રૂ. 5.80 લાખની લુંટની નોંધાવી ફરિયાદ

ProudOfGujarat

દિવાળીમાં ચાઈનીઝ દીવડાને ટક્કર આપવા વડોદરામાં કુંભારો એ માટીના દિવડા બનાવવાનું શરૂ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!