Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કઈ નથી થવાનું, કોંગ્રેસ અને ભાજપનો અહીં દબદબો: ફૈઝલ પટેલ

Share

અંકલેશ્વરના દઢાલ ગામે નવનિર્મિત કોમ્યુનિટી હોલની મર્હુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે મુલાકાત લઇ આપ પર નિશાન સાંધ્યું હતું.
અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામમાં નવ નિર્મિત કોમ્યુનિટી હોલની મર્હુમ અહેમદ પટેલના પુત્ર અને યુવા કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલે મુલાકાત લીધી હતી. કાર્યક્રમ દરમિયાન તેમણે પ્રદેશ રાજકારણ, સામાજિક મુદ્દાઓ તથા આગામી ચૂંટણી અંગે નિવેદન આપ્યું હતું. ફૈઝલ પટેલે જીગ્નેશ મેવાણીના તાજેતરના દારૂ અને ડ્રગ્સ વિરોધી નિવેદનને સમર્થન આપી તેમને ક્રાંતિકારી કોંગી નેતા ગણાવ્યા હતા. આપ્યું હતું. તેમના મિત્ર એવા જીગ્નેશ મેવાણી જેવું નિર્ભય કામ આખી કોંગ્રેસ પણ નથી કરી શકતી. તેમણે વધુમાં ઉમેર્યું કે, ગુજરાત મહાત્મા ગાંધીનાં સિદ્ધાંતો ધરાવતું રાજ્ય છે અને અહીં દારૂ-ડ્રગ્સ મુક્ત સમાજ બનાવવો એ સમયની માંગ છે.
ફૈઝલ પટેલે આમ આદમી પાર્ટી અંગે નિવેદન આપતા જણાવ્યુ હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કોઈ ભવિષ્ય નથી. ગુજરાત તો ભાજપ અને કોંગ્રેસનું ગઢ રહ્યું છે. ભવિષ્યની ચૂંટણી બાબતે વિશ્વાસ વ્યક્ત કરતા ફૈઝલ પટેલે જણાવ્યું કે, 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ ફરીથી મજબૂત પ્રદર્શન કરશે. સાથે જ 2024 ની લોકસભા ચૂંટણીમાં ગઠબંધનમાં આપ ને અપાયેલી બેઠકથી તેમને અને બહેન મુમતાઝ પટેલને ભારી નુકશાન થયું હોવાનો ખેદ પણ વ્યક્ત કર્યો હતો.

Share

Related posts

લીંબડી બસ સ્ટેશન રોડ પર લોકો ગણેશજીની મૂર્તિઓ ખરીદવા ઉમટયા.

ProudOfGujarat

ભરૂચમાં મતદાનના દિવસે દારૂનું કૌભાંડ: ત્રાલસા કોઠી ગામે વિદેશી દારૂની રેલમછેલ

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ રાષ્ટ્રીય સેવક સંઘ(RRS)100વર્ષ પૂર્ણ થતાં સંઘ શતાબ્દી વર્ષની સાથે વિજ્યા દશ્મીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!