Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નર્મદા નદીના વહેણમાં આવેલી રેતીખનનની લીઝોની ઈસી ( એન્વાઈરમેન્ટ ક્લિવરન્સ) રદ કરવાની માંગ

Share

નદીના વહેણમાં ધોવાણની બિનહયાત જમીનોના રેવન્યૂ રેકર્ડને કમી કરવા પણ રજૂઆત

ભરૂચ.

Advertisement

ભરૂચ જિલ્લા માછીમાર સમાજના પ્રમુખ એડવોકેટ કમલેશ મઢીવાલાએ સ્ટેટ એન્વાયરમેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી, તેમજ જિલ્લાકક્ષાની કચેરીના ભરૂચ અને નર્મદા તેમજ વડોદરા જિલ્લાના ચેરમેનને રજૂઆત કરી છે.જેમાં તેમણે નર્મદા નદીમાં રેતી ખનન માટે વર્ષો પહેલાં અપાયેલી ઈસી ( એન્વાઈરમેન્ટ ક્લિવરન્સ)ને રદ કરી નર્મદા નદીના વહેણની હાલની સ્થિતીને ધ્યાનમાં રાખી નવેસરથી ઈસી ( એન્વાઈરમેન્ટ ક્લિયરન્સ) આપવામાં આવે તેવી માંગ કરી છે.

ભરૂચ જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીના વહેણમાં ડ્રેજીંગ મશીન સાથેની બાર્જ/લોખંડની બોટ પર લાંબી પાઈપ લાઈન લંબાવીને નદીના વહેણમાંથી રેતી ઉલેચવાની ચાલી રહેલી ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરાવવા માટે સમસ્ત ભરૂચ જીલ્લા માછીમાર સમાજ તેમજ અન્ય સમાજિક સેવા સંગઠનો અને પર્યાવરણ પ્રેમીઓ તરફથી અવાર-નવાર અરજી અને ફરિયાદ થઈ છે.જોકે, થોડા દિવસ સુધી ગેરકાયદે પ્રવૃત્તિ બંધ થાય છે અને અને ફરી ખનન માફિયાઓની ગેરકાયદે પ્રવૃત્તીઓ શરુ થઈ જાય છે.

વર્ષો પહેલાં એટલે ૧૯૯૫ના નકશાના આધારે જે લીઝ વિસ્તારની ઈસી (એન્વાઇરમેન્ટ ક્લિયરન્સ) આપવામાં આવ્યા હતાં. જોકે, તે બાદ નદીના વહેણ ( ખનન પ્રવૃત્તિના કારણે) બદલાઈ ગયાં હોઈ લીઝ વિસ્તારો નદીના વહેણની અંદર જતાં રહ્યાં છે જોકે, લીઝ વિસ્તારોમાં ઈસી ( એન્વાઈરમેન્ટ ક્લિયરન્સ) ચાલુ હોવાને કારણે તે ગેરકાયદે હોવા છતાં નદીના વહેણમાં ચાલી રહેલી રેતી ખનનની પ્રવૃત્તીઓ અટકાવી શકાતી નથી. જેથી આવી નર્મદા નદીના વહેણમાં આવેલ લીઝ વિસ્તારની ઈસી (એન્વાઈરમેન્ટ ક્લિયરન્સ) રદ કરવામાં આવે તો જ ગેરકાયદે ખનનની પ્રવૃત્તી અટકાવી શકાય છે.

ગેરકાયદે થયેલાં ખનનથી નદીનો વિનાશના મુખ્ય કારણો તેમણે જણાવ્યાં છે કે, જૂના નકશા અને હાલના નકશા મુજબ લીઝ વિસ્તારોની સાચી સ્થળ ચકાસણી થઈ નથી. ઈસી (એન્વાઈરમેન્ટ ક્લિયરન્સ) રીન્યુ કરવામાં તે હકિક્તને ધ્યાને લેવાઈ નથી. નર્મદામાં ધોવાણમાં કે વહેણમાં ગયેલી બિનહયાત જમીનોનું જમીન મહેસુલ અધિનિયમ મુજબ રેવન્યુ રેકર્ડ, ૭।૧ ૨ તેમજ ૮અ ને કમી કરવામા આવ્યુ નથી આવી.જો હયાત જમીન ઉપ્લબ્ધ જ ન હોય તો ઈસી (એન્વાઈરમેન્ટ ક્લિયરન્સ)ની કાર્યવાહી કઈ રીતે થઈ ? જૂના નકશા અને ગેરકાયદેના રેવન્યુ રેકર્ડને કારણે આપવામાં આવેલી ઈસી (એન્વાઇરમેન્ટ ક્લિયરન્સ) પણ ગેરકાયદે ગણી શકાય.

જેથી હાલની સ્થળની સ્થિતીએ નર્મદા નદીના વહેણમાં આવેલી રેતી ખનનની લીઝોની તમામ ઈસી (એન્વાઈરમેન્ટ ક્લિયરન્સ)ને રિવ્યુમાં લઈને રદ કરવામાં આવે. લીઝના જૂના નકશા અને હાલના નકશા મુજબ લીઝ વિસ્તારની ચકાસણી કરી સ્થળ સ્થિતી મુજબ નવેસરથી ઈસી ( એન્વાઈરમેન્ટ ક્લિયરન્સ) આપવામાં આવે. નદીમાં ધોવાણમાં કે વહેણમાં જતી રહેલી લીઝની બિનહયાત જમીનોને જમીન મહેસુલ અધિનિયમની જોગવાઈ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી તેનું રેવન્યુ રેકર્ડ, ૭/૧૨ તેમજ ૮અ ને કમી કરવાાં આવે તે સહિતની માંગણી તેમણે કરી છે


Share

Related posts

મહુધાના અલીણા ગામે ચા બનાવવા બાબતે પતિ પત્ની વચ્ચે  ઝઘડો થતાં નોંધાઈ પોલીસ ફરીયાદ

ProudOfGujarat

વડોદરાની એકવા પોઈન્ટ સંસ્થા દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે પીવાનાં પાણીનાં છ ATM મુકાયા.

ProudOfGujarat

ગડખોલ ગ્રામ પંચાયતમાં સરપંચના પતિ પુત્ર સહિત નવ સામે મારામારીની ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!