Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સાયખા GIDCમાં મોરડીયા કેમિકલ કંપનીમાં અચાનક બ્લાસ્ટ : બ્લાસ્ટ બાદ આકાશમાં ધુમાડાના ગોટેગોટા, ફાયર બ્રિગેડ સહિત તંત્ર દોડતું થયું

Share

 

ભરૂચ  :

Advertisement

 

ભરૂચ જિલ્લાના સાયખા GIDC વિસ્તારમાં આવેલી મોરડીયા કેમિકલ નામની કંપનીમાં આજે અચાનક બ્લાસ્ટની ઘટના બનતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટના પગલે કંપની પરિસરમાં દોડધામ મચી જવા પામી હતી, જ્યારે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળતા આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી હતી.

ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા કામગીરી હાથ ધરી હતી. બ્લાસ્ટ કયા કારણોસર થયો તે અંગે હાલ કોઈ સત્તાવાર કારણ સામે આવ્યું નથી. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર પણ દોડતું થયું હતું.

સાયખા GIDCમાં અગાઉ પણ ઔદ્યોગિક એકમોમાં આગ અને બ્લાસ્ટ જેવી ઘટનાઓ સામે આવતી રહી હોવાથી ફરી બનેલી આ ઘટનાએ ઔદ્યોગિક સલામતીના મુદ્દે સવાલો ઉભા કર્યા છે. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તેમજ કંપનીને કેટલું નુકસાન થયું છે તે અંગેની સત્તાવાર વિગતો હાલ ઉપલબ્ધ થઈ નથી.

ફાયર બ્રિગેડ અને સંબંધિત તંત્રની કામગીરી બાદ બ્લાસ્ટનું ચોક્કસ કારણ તથા નુકસાનની વાસ્તવિક સ્થિતિ અંગે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.


Share

Related posts

હૈદરાબાદ દુષ્કર્મ કેસમાં તમામ આરોપીઓનું એન્કાઉન્ટર.

ProudOfGujarat

સુરત : માંડવી ખાતે નવનિર્મિત ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય વહીવટી ભવન’ નું મુખ્યમંત્રીએ કર્યું ઈ લોકાર્પણ…

ProudOfGujarat

दिव्या खोसला कुमार ने लक्मे फैशन वीक में किया रैंप वॉक, गुलाबी जादू बिखेरते हुए आई नज़र!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!