Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં ACBનો સફળ ટ્રેપ: હેડ કોન્સ્ટેબલ રૂ. 25 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા :  બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા બદલ રૂ. 25,000ની લાંચ માગી હતી

Share

ભરૂચ :
એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા અંકલેશ્વરમાં સફળ ટ્રેપ ગોઠવી ભાડકોદ્રા પોલીસ ચોકી ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સુનીલભાઈ ઇશ્વરભાઈ પરમારને રૂ. 25 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી અનુસાર, ફરિયાદી વેપાર ધંધા સાથે સંકળાયેલા છે અને તેમના વેપાર સંબંધિત બેંક એકાઉન્ટને સાયબર ક્રાઇમ કેસને કારણે ફ્રીઝ કરવામાં આવ્યું હતું. આ એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા માટે આરોપી હેડ કોન્સ્ટેબલ સુનીલ પરમારે ફરિયાદીનો વારંવાર ફોન પર સંપર્ક કરી લાંચની માંગણી કરી હતી.
આરોપીએ ફરિયાદીને રૂબરૂ મળી બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા બદલ રૂ. 25,000ની લાંચ માગી હતી. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ACBના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી.
ફરિયાદની પ્રાથમિક ચકાસણી બાદ વડોદરા શહેર ACB ફિલ્ડ દ્વારા ફરિયાદ સાચી હોવાનું સામે આવતા ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. ટ્રેપ દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ. 25 હજારની લાંચ સ્વીકારી હતી. લાંચની રકમ સ્વીકારતા જ ACBની ટીમે તેને સ્થળ પર જ રંગેહાથ ઝડપી લીધો હતો.
આ ટ્રેપ વાલિયા ચોકડીથી ભરૂચ જતા રોડ ઉપર આવેલા પાટીદાર રજવાડી ટી સ્ટોલ બહાર ગોઠવવામાં આવ્યો હતો. ACBએ લાંચની સંપૂર્ણ રૂ. 25 હજારની રકમ કબ્જે લીધી છે.
પ્રાથમિક તપાસમાં આરોપીએ રાજ્ય સેવક તરીકે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક આચરી હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલુ છે.
આ ટ્રેપની કામગીરી  એ. એન. પ્રજાપતિ, પોલીસ ઇન્સ્પેક્ટર,એન્ટી કરપ્શન બ્યૂરો ફિલ્ડ, વડોદરા દ્વારા હાથ ધરવામાં આવી હતી. કામગીરીનું સુપરવિઝન  બી. એમ. પટેલ, મદદનીશ નિયામક, ACB વડોદરા એકમ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર કામગીરીના ઇન્ચાર્જ અધિકારી બલદેવ દેસાઇ (IPS), નાયબ નિયામક, ACB વડોદરા રેન્જ રહ્યા હતા.

Share

Related posts

ખેડા : ભાગવત કથાકાર પૂ. જીજ્ઞેશદાદાનું માતરમાં ભવ્ય સ્વાગત કરાયું.

ProudOfGujarat

ખેડા રોડ પર ખત્રીફાર્મ સામે પાછળ આવતા એક મોપેડ ચાલકે સાયકલને ટક્કર મારી અકસ્માત સર્જાયો

ProudOfGujarat

નડિયાદ : ઉત્તરસંડા રોડ પર બે ઈસમો પાસેથી ૯૭૦ ગ્રામ ગાંજાનો જથ્થો પોલીસે ઝડપી પાડયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!