Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દાઉદી વ્હોરા સમાજ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી કરાઇ.

Share

ભરૂચ સ્થિત દાઉદી વ્હોરા સમાજ દ્ધારા ૭૪ માં પ્રજાસત્તાક દિવસની આન, બાન અને શાન સાથે ઉજવણી કરી હતી. જનાબ આમીલ સાહેબના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે તેમણે દેશની પ્રગતિ માટે દુવા કરવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભરૂચ નગરપાલિકા વિપક્ષ નેતા સમશાદ અલી સૈયદ, કોર્પોરેટર ઈબ્રાહીમ કલકલ અને વસીમ પઠાણ ઉપસ્થિત રહ્યા હતા.

આ તબકકે ભરૂચ નગરપાલિકાના સભ્યનું બહુમાન કરવામાં આવ્યુ હતુ તેમજ ગણતંત્ર દિવસને ખાસ મનાવવા સમાજના લોકોને F M B ના મેમ્બર દ્વારા ભોજન આપવામાં આવ્યુ હતુ. મદ્રસાના બાળકો એ જનજાગૃતિ લાવવાના હેતુથી ધુમ્રપાન નહિ કરવા પ્લેકાર્ડ બનાવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચની મોરલ હાઈલેન્ડ સોસાયટીમાં શાહુડીનું સફળ રેસ્ક્યુ, વન વિભાગ અને નેચર પ્રોટેક્શન ટ્રસ્ટની ત્વરિત કામગીરી

ProudOfGujarat

બ્રેક ફેઇલ થઇ જતાં ઉભેલી ટ્રકમાં ભટકાયેલી ટ્રકના ચાલકનું સારવાર વેળાં મોત

ProudOfGujarat

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ.સુબ્રમણ્યમ્ જયશંકરની ગુજરાતના નર્મદા જિલ્લાની મુલાકાતે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!