Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતના મંદિરો પણ દેશભક્તિના રંગે રંગાયા : સોમનાથ, સાળંગપુર મંદિરમાં તિરંગાનો અદભુત શણગાર

Share

આજે સમગ્ર ભારત દેશ 74 મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. સમગ્ર દેશમાં દેશભક્તિના વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે રાજ્યભરમાં વિવિધ મંદિરોમાં પણ ભગવાનને ત્રિરંગી શણગાર કરવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્યમાં દેશભક્તિ સાથે સાથે ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યુ છે.

આજે 74 મો ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ત્રિરંગી શણગાર કરવામાં આવ્યો હતો. તો આ બાજુ સૌરાષ્ટના સોમનાથ મહાદેવ મંદિર આજે દેશભક્તિના રંગે રંગાયેલ જોવા મળ્યા હતા. સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી તિરંગા વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. અને સિંહાસનને પણ કેસરી-સફેદ-લીલા તિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો. જે પછી સવારે ૫:૪૫ કલાકે શણગાર આરતી કરવામાં આવી હતી. તેમજ દેવાધી દેવ સોમનાથ મહાદેવનો પણ તિરંગી શણગારની ઝલક જોવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકા કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના પ્રમુખ પદે અમિત મૈસુરીયાની વરણી કરાઇ.

ProudOfGujarat

નવસારી સિવિલમાં રોજ વાયરલના 1500 કેસ, દર્દીઓ બમણા થયા

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન મથક ના ડી સ્ટાફે નવાદિવા ખાતે થી ૧ લાખ ૪૮ હજાર ઉપરાંત નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!