Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં 28 દિવસમાં 46 ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.5.07 લાખ ઉપડી ગયા; પાસબુક પ્રિન્ટ કરાવતા ખાતામાંથી રૂપિયા કપાયા હોવાનો ભાંડો ફૂટ્યો : બેન્ક મેસેજ ન આવતાં સાયબર છેતરપિંડીની આશંકા

Share

 

 

Advertisement

ભરૂચ :

ભરૂચ શહેરના ચૂનારવાડ વિસ્તારમાં તારાબાઈ સ્કૂલ સામે રહેતા અને સ્ટોક બ્રોકિંગનો વ્યવસાય કરતા હિતેશ સુમનલાલ મહેતાના જોઈન્ટ બેન્ક એકાઉન્ટમાંથી 28 દિવસના સમયગાળામાં 46 નાના-મોટા ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ.5.07 લાખ ઉપડી ગયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખાતામાંથી રકમ કપાતી હોવા છતાં કોઈ મેસેજ નહીં આવતાં સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે.

હિતેશ મહેતાનું સેવાશ્રમ સ્થિત બેન્ક ઓફ બરોડામાં ખાતું છે, જેમાં તેઓ, તેમના બહેન અને ભાણેજ એમ ત્રણ જણા જોઈન્ટ ખાતેદાર છે. જોકે, આ એકાઉન્ટ તેમના પિતા સુમનભાઈ મહેતા હેન્ડલ કરે છે અને તેઓ દર ત્રણેક મહિને પાસબુક પ્રિન્ટ કરાવે છે.

દરમિયાન 24 ફેબ્રુઆરી 2026ના રોજ પાસબુક પ્રિન્ટ કરાવી ઘરે આવ્યા બાદ સાંજે સુમનભાઈ મહેતા પાસબુક તપાસી રહ્યા હતા. તે સમયે ખાતામાંથી રકમ કપાઈ હોવાનું ધ્યાનમાં આવતા તપાસ કરતાં તા. 12 જાન્યુઆરી 2026થી 23 ફેબ્રુઆરી 2026 દરમિયાન 28 દિવસમાં કુલ 46 ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ.5.07 લાખ ઉપડી ગયાનું સામે આવ્યું હતું.

આ અંગે બેન્ક મેનેજરને પૂછપરછ કરતાં સિસ્ટમ એરરના કારણે ટ્રાન્ઝેક્શનના મેસેજ આવ્યા ન હોવાનું જણાવાયું હતું. ઘટનાને પગલે 1930 સાયબર હેલ્પલાઈન પર ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.


Share

Related posts

માંગરોળ અને ઉમરપાડામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂરિયાત મંદ લોકોને 150 જેટલી અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

બજાજ હાઉસિંગ ફાઈનાન્સ એની હોમ લોનની અવધિને વધારીને 40 વર્ષ કરે છે, જે ઇન્ડસ્ટ્રીમાં નિમ્નતમ ઈએમઆઈ પ્રસ્તાવિત કરે છે

ProudOfGujarat

અમદાવાદમાં રથયાત્રા દરમિયાન દરિયાપુરમાં મકાનની બાલ્કની ધરાશાયી થતાં એકનું મોત, 11 લોકો ઇજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!