Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં જળ પ્રદૂષણ અટકાવવા ‘નિર્માલ્ય રથ’ની અનોખી પહેલ :  ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશ પંડાલોમાંથી ફૂલ-પૂજાપો એકત્ર કરી વૈજ્ઞાનિક પદ્ધતિથી કરાશે નિકાલ; નિર્માલ્યમાંથી બનશે કમ્પોસ્ટ અને ખાતર

Share

 

ભરૂચમાં ગણેશ મહોત્સવ દરમિયાન નર્મદા નદી સહિતના જળાશયોમાં નિર્માલ્ય પધરાવવાથી થતા જળ પ્રદૂષણને અટકાવવા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી અને ભરૂચ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ‘નિર્માલ્ય રથ’ શરૂ કરવામાં આવ્યો છે. આ પહેલમાં રોટરેક્ટ ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીનો પણ સહયોગ છે.

Advertisement

ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આગેવાનોની ઉપસ્થિતિમાં ‘નિર્માલ્ય રથ’ને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા અને રોટરી ક્લબના પ્રમુખ સમીર પંડ્યા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગણેશોત્સવ દરમિયાન ‘નિર્માલ્ય રથ’ વિવિધ ગણેશ પંડાલોમાંથી ફૂલ, પૂજાપો અને અન્ય નિર્માલ્ય એકત્ર કરશે. એકત્ર કરાયેલા નિર્માલ્યનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરી તેને કમ્પોસ્ટ અને ખાતરમાં રૂપાંતરિત કરવામાં આવશે.

નિર્માલ્યને નદી કે અન્ય જળાશયોમાં પધરાવતા અટકાવી જળ પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણનું રક્ષણ કરવાનો આ પહેલનો મુખ્ય હેતુ છે. ગણેશોત્સવના આયોજકો તેમજ નાગરિકોને ‘નિર્માલ્ય રથ’માં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.


Share

Related posts

સુરતનાં વરાછામાં ઘરની ગેલરીમાં પગ સ્લિપ થતાં કિશોરી ત્રીજા માળેથી નીચે પટકાઈ, દીકરીને જોઈ માતા પણ બેભાન થઈ

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના તવડી ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચના મહેગામ ખાતે શ્રી હરિબાવા સેવક સંઘ ગુજરાત દ્વારા સામૂહિક નૈવેદ્યનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!