Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વડનગરથી કાશી સુધી બાઈક યાત્રા માટે ભરૂચ યુવા મોરચાની ટીમ રવાના થશે :  ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલયે 16મીએ વિદાય સમારોહ યોજાશે

Share

 

ભરૂચ :

Advertisement

ભારતીય જનતા યુવા મોરચા, ભરૂચ જિલ્લા દ્વારા રાષ્ટ્રભક્તિ, શ્રદ્ધા અને સંકલ્પના સંદેશ સાથે વડનગરથી કાશી સુધી બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાના પ્રસ્થાન કાર્યક્રમમાં જોડાવા ભરૂચ જિલ્લા યુવા મોરચાના કાર્યકરો વડનગર જવા રવાના થશે.

યાત્રા સંદર્ભે ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય, પાંચબત્તી ખાતે તા. 16 સપ્ટેમ્બરના રોજ સવારે 10:30 કલાકે વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, જિલ્લા મહામંત્રી પરેશભાઈ પટેલ, જિજ્ઞેશભાઈ મિસ્ત્રી, જિલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ સહિત શહેર-જિલ્લા સંગઠનના હોદ્દેદારો, મોરચાના પદાધિકારીઓ તેમજ ધારાસભ્ય રમેશભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહી બાઈક યાત્રામાં જોડાનારા કાર્યકરોને વિદાય આપશે.

વડનગરથી કાશી સુધીની આ બાઈક યાત્રા દ્વારા રાષ્ટ્રભક્તિ, સંગઠન શક્તિ અને સંકલ્પનો સંદેશ જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. યાત્રાને લઈને યુવા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.


Share

Related posts

લક્ઝૂરિયસ કારમાં 2.29 લાખના વિદેશીદારૂની હેરાફેરી કરતો ખેપિયો ઝબ્બે : મોકલનાર-લેનાર 4 વોન્ટેડ

ProudOfGujarat

નર્મદા જીલ્લામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરાઇ

ProudOfGujarat

નર્મદા જીલ્લામાં ટીમરુપાનમાં “માતા “રોગ લાગુ પડતા વેપારીઓને ભારે નુકશાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!