Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં રથયાત્રા દરમિયાન દરિયાપુરમાં મકાનની બાલ્કની ધરાશાયી થતાં એકનું મોત, 11 લોકો ઇજાગ્રસ્ત

Share

અમદાવાદમાં છેલ્લા એક મહિનાથી રથયાત્રાની તૈયારીઓ થઈ રહી હતી અને યાત્રાના રૂટ પર રહેલા જર્જરિત મકાનો અંગે અનેક વખત સવાલો ઉઠ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આજે રથયાત્રાના દરિયાપુરના કડિયાનાકાના રૂટ પર મકાનની બીજા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં 11 લોકોને ઈજા પહોંચી હતી. તમામ લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટનામાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે રથયાત્રા ચાલી રહી હતી તે દરમિયાન ટ્રકમાં બેઠેલા લોકો દર્શન કરવા ઉભેલા લોકોમાં પ્રસાદ નાખી રહ્યા હતા. જોકે, તેમને પણ પ્રસાદ આપવામાં આવ્યો હતો અને પ્રસાદ લેવા લોકો નીચે વળતા બાલ્કની તૂટી પડી હોવાનું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું છે. આ ગંભીર ઘટનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ ગંભીર બેદરકારી સામે આવી છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, કડિયાનાકા પાસે આવેલા મકાનને કોઇપણ પ્રકારની નોટિસ AMC ના એસ્ટેટ વિભાગ દ્વારા આપવામાં આવી ન હતી જ્યારે તૂટી પડવાની ઘટના બની ત્યારે તાત્કાલિક ધોરણે AMC ના અધિકારીઓ દોડતા થયા હતા અને લોકોની સામે જ તેઓએ આ જાહેર નોટિસ લગાવી હતી. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, ‘કડિયાનાકા પાસે એક જૂનુ મકાન હતું. તેની બીજા માળની બાલ્કનીનો ભાગ અચાનક નીચે પડ્યો હતો અને ત્યાં ઉભેલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કુલ 11 જેટલા લોને ઈજા થઈ છે. તમામને નાની-મોટી ઈજા થઈ છે અને કોઈ જાનહાનિ થઈ નથી. ઈજાગ્રસ્તને તુરંત જ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસીમાં સ્ટીલનો વેપાર કરતા રાજસ્થાની વેપારીએ કોસમડી ગામના તળાવમાં મોતની છલાંગ લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરમાં રસ્તા પહોળા કર્યા તો અર્ધા રોડ પર વાહનોએ અડિંગો જમાવ્યો

ProudOfGujarat

કચ્છ-ભુજમાં 1 મહિના સુધી રહેશે પાણીકાપ-પાઈપલાઈનમાં સમારકામના કારણે પાણીકાપ કરાશે..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!