Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના શાલીમાર કોમ્પ્લેક્સમાં યુકો બેંકમાં આગ : રજાના દિવસે મોટી દુર્ઘટના ટળી

Share

ભરૂચ :: ભરૂચ શહેરના શાલીમાર કોમ્પ્લેક્સમાં રવિવારે આવેલી યુકો બેંકમાં આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્માર્ટ બજાર નજીક આવેલા આ કોમ્પ્લેક્સમાં લાગેલી આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

રવિવારની રજા હોવાને કારણે બેંક બંધ હતી, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે આગ લાગતા આસપાસના વેપારીઓમાં ચિંતા વ્યાપી ગઈ હતી. આગમાંથી નીકળતો ધુમાડો દૂરથી દેખાતા લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થયા હતા.

Advertisement

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના 12 જેટલા કર્મચારીઓએ બે નાના બાઉઝર અને એક મોટા બાઉઝરની મદદથી આગને કાબૂમાં લેવા કામગીરી હાથ ધરી હતી. આગ કોમ્પ્લેક્સના ઉપરના માળે આવેલી બેંકમાં લાગી હોવાથી નીચે આવેલી દુકાનો સુધી ફેલાવાનો ભય ઉભો થયો હતો.

સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગના કારણે મોટા આર્થિક નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ દ્વારા આગને સંપૂર્ણ કાબૂમાં લેવા તેમજ નુકસાનનું મૂલ્યાંકન કરવાની કામગીરી ચાલુ છે. સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

કરજણ ગામની સીમમાં જુગારા રમતા ૫ આરોપીઓ ઝડપાયા..

ProudOfGujarat

GVK EMRI ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા મધર્સ ડે નિમિત્તે તેમના સ્ટાફની માતાને અભિનંદન પાઠવવામાં આવ્યા.

ProudOfGujarat

સુરતમાં પાલિકાની શાળાના પ્રિન્સિપાલે શિક્ષકને નોટિસ વગર કાઢી દેતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!