Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં શાંતિમય માહોલમાં ચૂંટણી પ્રક્રિયા યોજાય તે માટે વિવિધ પ્રતિબંધો લદાયાં

Share

 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વહિવટી તંત્રએ વિવિધ જાહેરનામાં બહાર પાડયાં

Advertisement

।ભરૂચ ।

ભરૂચ જિલ્લાની ૪ નગરપાલિકા, ૯ તાલુકા પંચાયત તેમજ એક જિલ્લા પંચાયતની ચૂંટણીના ઢોલ ઢબુક્યાં છે. ત્યારે આગામી ૨૬મી એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણીને લઈને તમામ તૈયારીઓમાં વહિવટી તંત્ર જોતરાઈ ગયું છે. ભરૂચ શહેર જિલ્લામાં કાયદો અને સલામતી જળવાઈ રહે તેમજ સુચારુ રીતે સમગ્ર ચૂંટણી પક્રિયા પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સંબંધિત અધિકારીઓ સાથે વિવિધ આયોજનો અંગેની થયાં વિચારણાના દોર શરુ કરી તેના પર અમલવારી માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.

ત્યારે ઈ-ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠાળ જાહેરનામું બહાર પાડયું છે, જેમાં સરકારી આરામગૃહો, ડાક બંગલાઓ તેમજ વિશ્રામગૃહોનો ઉપયોગ આચારસંહિતા લાગુ છે ત્યાં સુધી કોઈ પણ રાજકિક પક્ષો કે ઉમેદવાર તેમજ કાર્યકરો ચૂંટણીલથી કામ માટે કરી શકશે નથી. સાથે સાથે જિલ્લામાં સમાવિષ્ટ તમામ સરકારી, અર્ધસરકારી આરામગૃહો, ડાક બંગલાઓ, વિશ્રામગૃહો, ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ, તેમજ જાહેર સ્થળો હોય તેવા સ્થળે ચૂંટણી વિષયક પ્રચારના હેતુસર ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ ફરમાવાયો છે.

ઉપરાંત આગામી ૩૦ એપ્રિલ ૨૦૨૬ સુધી સક્ષમ અધિકારીની મંજૂરી વિના જાહેર સ્થળોએ ગેરકાયદે રીતે ચાર કરતાં વધુ વ્યક્તઓને એકત્ર થવા પર, કોઈ સભા ભરવા પર કે સરથસ કાઢવા પર પતિબંધ મુકાયો છે. જોકે, પરવાનગી મેળવી હોય તેવા લોકોને લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તેવા લોકોને આમાંથી બાકાત રાખવામાં આવજ્ઞયો છે.જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જુદા-જુદા સંવર્ગના સરકારીઓ કર્મચારીઓની વિવિધ માંગો, સામાજિક સંગઠનો કે પણી રાજકિય પક્ષોની સરકાર વિરૂધ્ધ અલગ અલગ પ્રશ્નોની રજૂઆતો કરવા માટે પર પ્રતિબંધ લાયો છે.

 

પરવાનેદારોને હથિયાર જમા કરાવી દેવા તાકીદ


ઈ.ચા. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચૂંટણીઓને ધ્યાનમાં રાખી જિલ્લાના તમામ હથિયાર ધારકોને તેમના હથિયારો જે તે પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવી દેવા માટે જાહેરનામું બહાર પાડયું છે. જિલ્લામાં વ્યક્તિગત અને બહારથી હથિયાર પરવાનો મેળવ્યો હોય તે તમામને આગામી ૫ દિવસમાં તેમના સંબંધિત પોલીસ મથકે કરજિયાત રીતે આગામી ૫ દિવસમાં તેમના હથિયાર જમા કરી દેવા તાકીદ કરવામાં આવી
ચૂંટણી પ્રચાર ખર્ચની વિગતો આપવાની રહેશે. 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ચૂંટણીમાં પ્રચાર અભિયાન રુપે રાજકિય, બિનરાજકિય પક્ષના કાર્યકરો તેમજ ચૂંટણી ઉમેદવારો દ્વારા પોતાના મત વિસ્તારોમાં પ્રચાર પ્રસાર કરવામાં આવે છે. ઉપરાંત રેલી-સરઘસ માટે ચોક્કસ નિયમોને આધિન પરવાનગી આપવામાં આવશે. જોકે, રેલી-સરધસો સહિત વિવિધ પ્રકારના ખર્ચને લઈને દરેક ઉમેદવારોએ એક ચોક્કસ મર્યાદામાં જ ખર્ચ કરવાનો હોવાથી નાનામાં નાના ખર્ચની વિગતો આપવાની રહેશે.
વાહનોના ઉપયોગને લઈને પણ જરૂરી સુચનાઓ અપાઈ

રેલી, પ્રચાર માટે જે વાહનોનો ઉપયોગ કરવામાં આવશે તેની સપૂર્ણ વિગતો ઈલેક્શન વિભાગના આપવામાં આવશે. કારમાં વિન્ડ સ્કીન પર ચોટાડવાનીરહેશે. તેમજ એકદંરે તમામપ્રકારના ચૂંટણી લક્ષી કરવામાં આવેલાં ખર્ચની વિગતો પણ ચૂંટણી શાખામાં નોધ કરવાની રહેશે. દરેક વાહન પર ચૂંટણી વિભાગે આપેલી પરવાનગીની નકલ ચોટાડવાની રહેશે. વાહનો પર વધારાની એસેસરીઝ ફિટ કરવાની હોય તો તે અંગેની પણ પરવાનગી લેવાની રહેશે.


Share

Related posts

રાજકોટ : બેંકમાંથી લોન લઈ ન ચૂકવેલ બે વ્યક્તિને ૬ મહિનાની સજા, વળતર રૂપે ચેકની રકમ વાર્ષિક ૯ ટકાના વ્યાજ સાથે ચૂકવવા આદેશ આપ્યો.

ProudOfGujarat

વડોદરા : ભાયલી ગામમાં બનેલ રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આત્મવિલોપનની ચીમકી આપનાર આધેડની ધરપકડ કરાઇ.

ProudOfGujarat

ભરૂચ : સરકારની મનમાની : રાજકીય કામોમાં છૂટ, તો ધાર્મિક કામોમાં રોકટોક શા માટે..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!