Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અક્ષર આઈકોનના ફ્લેટમાં LCBના દરોડા, ₹3.59 લાખના વિદેશી દારૂ સાથે નિવૃત્ત આર્મીમેન ઝડપાયો

Share

અંકલેશ્વર:

અંકલેશ્વર શહેરના જૂના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલ અક્ષર આઈકોન એપાર્ટમેન્ટમાં ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક સફળ દરોડો પાડીને વિદેશી દારૂના ગેરકાયદેસર વેચાણના નેટવર્કને ઝડપી પાડ્યું છે. એલ.સી.બી.ના પોલીસ જવાનોને ચોક્કસ બાતમી મળી હતી કે અક્ષર આઈકોનના એફ-બ્લોકના રૂમ નંબર 203માં રહેતા નિવૃત્ત આર્મીમેન જયકિષ્ના શ્યામરાજ તિવારી પોતાની આર્મી પરમિટ પર મળતા વિદેશી દારૂનો ગેરકાયદેસર સંગ્રહ કરી તેનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે 24 ડિસેમ્બર 2025ના રોજ સાંજે પંચોની હાજરીમાં ફ્લેટ પર દરોડો પાડ્યો હતો. પોલીસ તપાસમાં બેડરૂમમાંથી વિવિધ પ્રીમિયમ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 84 બોટલો મળી આવી હતી.
ઝડપાયેલા મુદ્દામાલમાં અમ્રુત અમલગામ મોલ્ટ વિસ્કી, ઇન્દ્રી સિંગલ મોલ્ટ, રામપુર ઇન્ડિયન સિંગલ માલ્ટ, પોલ જોન, બ્લેક ડોગ, બ્લેક એન્ડ વ્હાઇટ, હન્ડ્રેડ પાઇપર્સ અને ટીચર્સ જેવી કિંમતી બ્રાન્ડનો સમાવેશ થાય છે. જપ્ત કરવામાં આવેલા આ કુલ જથ્થાની કિંમત ₹3,59,890/- થાય છે. રેઈડ દરમિયાન આરોપી જયકિષ્ના તિવારી પકડાઈ ગયો હતો, જેની પાસે આટલા મોટા જથ્થા માટે કોઈ કાયદેસરની પાસ-પરમિટ મળી આવી ન હતી. અંકલેશ્વર શહેર ‘બી’ ડિવિઝન પોલીસ મથકે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટની કલમ 65-એ, 65(ઈ) અને 116-બી હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે. આ કેસની વધુ તપાસ ચલાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર મયુરદાન કરણીદાન ગઢવી એ વોન્ટેડ એક્સ આર્મી મેનને ઞણતરી ના કલાકો મા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Advertisement

Share

Related posts

બરોડા બીએનપી પારિબાએ તેના એગ્રેસિવ હાઇબ્રિડ ફંડના બેવડા સીમાચિહ્નની ઉજવણી કરી

ProudOfGujarat

ડેડીયાપાડા : આઝાદીના ૭૫ વર્ષ પછી ગામમાં જ મતદાન કરવાનો અવસર પ્રાપ્ત થવાની આશા બંધાઈ.

ProudOfGujarat

માંગરોળ : વાંકલમાં કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરની ઉપસ્થિતિમાં ભાજપની કારોબારી સભા યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!