Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

લોન મુદ્દે વિવાદઃ પતિ દ્વારા મારઝુડ, 181 અભયમ ટીમે કરાવ્યું સમાધાન

Share

ભરૂચ જિલ્લામાં એક મહિલાએ ઘરેલુ વિવાદ અને હિંસાથી કંટાળી 181 અભયમ ટીમની મદદ લીધી હતી. પીડિતાના જણાવ્યા મુજબ પતિ સાથે પૈસાની બાબતે રોજબરોજ ઝઘડા થતા હતા. પીડિતાએ પતિનો મોબાઇલ તપાસતા લોન સંબંધિત મેસેજ જોવા મળ્યા, જેના આધારે પતિ લોન લઈ રહ્યા હોવાની માહિતી મળી હતી. આ મુદ્દે પૂછપરછ કરતા પતિ ગુસ્સે થઈ ગયા અને પીડિતાને મારઝુડ કરી ઘરેથી કાઢી મૂકવાની ધમકી આપી.

માહિતી મળતા જ 181 અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પીડિતાનું કાઉન્સેલિંગ કર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પીડિતાનો એક દીકરો છે, જે સ્કૂલમાં અભ્યાસ કરે છે, પરંતુ પતિ તેની ફી પણ ભરતા નહોતા. પતિ પોતાની આવકનો મોટો ભાગ લોન ચુકવવામાં ખર્ચી દેતા હોવાથી ઘરખર્ચ માટે પૂરતા પૈસા આપતા નહોતા અને પરિવાર સાથે યોગ્ય સંવાદ પણ કરતા નહોતા, જેના કારણે ઘરમાં સતત તણાવનો માહોલ રહેતો હતો.

Advertisement

ત્યારબાદ ટીમે પતિનું પણ કાઉન્સેલિંગ કર્યું અને પરિવાર પ્રત્યેની જવાબદારી સમજાવી. બાળકના શિક્ષણ, ઘરખર્ચ અને પારદર્શક આર્થિક વ્યવહારના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

કાઉન્સેલિંગ બાદ પતિએ પોતાની ભૂલ સ્વીકારી પત્ની પાસે માફી માંગી અને ભવિષ્યમાં લોન ન લેવાની તેમજ પરિવારની જવાબદારી યોગ્ય રીતે નિભાવવાની ખાતરી આપી. તેમણે લેખિતમાં માફીનામું આપીને સુધારાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

આ રીતે 181 અભયમ ટીમના પ્રયાસોથી બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન થયું હતું. પીડિતાએ ટીમનો આભાર વ્યક્ત કર્યો.


Share

Related posts

ડેડીયાપાડા વિધાનસભાની બેઠક પર આમ આદમી પાર્ટી એ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

સુરત : ફોરેસ્ટ ઓફિસરના ઘરમાં ભેદી બ્લાસ્ટ, પત્ની-પુત્રને ઇજા, સિલિંગ-દીવાલો તૂટી, ઠેર-ઠેર તિરાડ પડી

ProudOfGujarat

આમોદમાં પત્રકારો ઉપર બુટલેગરનો જીવલેણ હુમલો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!