Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હાંસોટમાં દબાણ હટાવો ઝુંબેશ: મુખ્ય માર્ગ પરથી ગેરકાયદેસર દબાણો દૂર

Share

ભરૂચ જિલ્લાના તાલુકા મથક હાંસોટમાં વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વહીવટી તંત્ર સાથે નેશનલ હાઇવે ઓથોરિટીના સહયોગથી ઓપરેશન ડીમોલીશન શરૂ કરાયું હતું. એક્સપ્રેસ હાઈવેની કનેક્ટિવિટી મળ્યા બાદ આ માર્ગ પર વાહનોનું ભારણ નોંધપાત્ર રીતે વધ્યું હોવાથી ટ્રાફિકને અડચણરૂપ બનેલા દબાણો દૂર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કાર્યવાહી દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ તૈનાત રાખવામાં આવ્યો હતો. માર્ગ પર વાહન વ્યવહાર સરળ બને અને અકસ્માતોની શક્યતા ઘટે તે હેતુથી ટ્રાફિકને અવરોધ સર્જતા તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હોવાનું વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.

Share

Related posts

ભરૂચનાં ઝાડેશ્વર વિસ્તારમાં થાઇલેન્ડથી આવેલ એક વ્યક્તિને પોલીસની મદદથી અવિધા આરોગ્ય કેન્દ્રનાં ઓબ્ઝર્વેશનમાં ખસેડાયો હતો.

ProudOfGujarat

કડાણા નહેરમાંથી રવિ મોસમ માટે સિંચાઇના પાણી મળશે

ProudOfGujarat

ભરૂચ અંક્લેશ્વરના નોકરિયાત વર્ગને ધ્યાનમાં રાખી નિયમિત ટ્રેન ફાળવો : સાંસદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!