Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીમાં ભરૂચના પનોતા પુત્ર શ્રી કનૈયાલાલ માણેક્લાલ મુનશીજીની જન્મ જયંતિ ઉજવાઈ

Share

 

ભારતી વિદ્યામંદિરના ધોરણ આઠ અને ધોરણ દસના બાળકોએ શ્રી કનૈયાલાલ માણેક્લાલ મુનશીનું જીવન દર્શન વાંચ્યું અને સાભળ્યું અને સમજ્યું કે મુનશીજી ભરૂચ અને ભારતનું ગર્વ હતા.

Advertisement

ગ્રંથપાલનું કહેવું છે કે આવનાર દિવસોમાં નવી પેઢીને આપણા દેશના ખરા અર્થમાં એવા ભારત રત્નો વિષે વિસ્તૃતમાં જાણકારી નહી આપીએ તો નવી પેઢી આવનારના દસ વર્ષમાં ઘણુબધું એવું ગુમાવી બેસશે. આ જ સમય છે કે નવી પેઢીને દેશનો ઈતિહાસ , દેશની સંસ્કૃતિ , દેશના માટે સ્વત્રતાવીરોએ આપેલ બલિદાન વિષે ભારપૂર્વક જણાવવામાં નહી આવશે તો તેઓ માત્ર ઈન્ટરનેટના માધ્યમથી જળ,સ્થળની માહિતી મેળવતા રહી જશે. આથી જરૂરી છે કે તેઓને દેશના ઐતિહાસિક સ્થળો વિષે ખાસ પ્રવાસ , પુસ્તકાલયની મુલાકાત થકી પરિચય આપવો જોઈએ.
બાળકો જ્યારે શ્રી કનૈયાલાલ માણેક્લાલ મુનશીનું જીવન દર્શન વાંચતા હતા ત્યારે તેઓને ખબર પડી કે મુનશીજી ભરૂચના પનોતા પુત્ર હતા ને ભરૂચમાં મુનશીનો ટેકરો નામનો નામનો જાણીતો વિસ્તાર આવેલો છે ત્યાં ભારતી વિદ્યામંદિરના ધોરણ આઠ અને ધોરણ દસના બાળકોએ શ્રી કનૈયાલાલ માણેક્લાલ મુનશીનું ઘર આવેલું છે. બાળકોને આવા સ્થળોની ખાસ મુલાકાત કરાવવી
શાળાના આ બાળકોને શ્રી કનૈયાલાલ માણેક્લાલ મુનશીનું જીવન દર્શન વાંચતા વાંચતા એવું ઘણું બધું જાણવા મળ્યું જે તેઓએ આજ દિવસ સુધી નહોતું જાણ્યું, સાંભળ્યું કે વાંચ્યું હતું !
તેઓને શ્રી કનૈયાલાલ માણેક્લાલ વિષે એવું જાણવા મળ્યું હતું કે મુનશીજીએ ૧૪મે વર્ષે ભરૂચની હાઇસ્કૂલમાંથી મેટ્રિક થઇલે મુનશી વડોદરાની કોલેજમાં દાખલ થયા હતા મુનશીજીના સ્વભાવમાં દેખાતી કલ્પનાશીલતાને કારણે સાહિત્ય તરફ પ્રેરિત કર્યા હતા સાહિત્ય , નાટક અને લેખન પ્રત્યે તેમને ખુબ જ લગાવ હતો.

આશા છે કે ઉપસ્થિત બાળકોમાંથી કોઈ તો પ્રેરણા લઇ આવનાર દિવસોમાં રાષ્ટ્ર પ્રત્યે કઇંક ઉત્તમ યોગદાન આપે


Share

Related posts

આગામી સમયમાં ડુંગળી મળી શકે છે રૂ. 100 ની કિલો ? ….જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચના સિટી સેન્ટર સામે એક્ટિવા-રીક્ષા ચાલક વચ્ચે ધિંગાણું : 7 સામે ફરિયાદ નોંધાઇ

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 23 કોરોના પોઝીટિવ દર્દી નોંધાતા કુલ દર્દી 1668 થયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!