Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

તું મારી પત્ની સાથે કેમ વાત કરે છે કહીં ટોકનાર યુવાન પર ચાર જણાનો હુમલો

Share

 

ભરૂચના નિકોરા ગામે નર્મદા નદીના ઓવારા પર બનેલી ઘટના

Advertisement

ભરૂચ.

ભરૂચ તાલુકાના નિકોરા ગામે પત્ની સાથે પ્રેમ સંબંધ રાખનારા શખ્સને ઠપકો આપવા ગયેલાં પતિને શખ્સ અને તેના સાગરિતોએ મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ સંદર્ભે નબીપુર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ તાલુકામાં આવેલાં નિકોરા ગામે નવીનગરી ખાતે રહેતાં દિનેશ દલસુખ વસાવા બપોરના સમયે તેના ફળિયાના રણજીત વસાવા સાથે નર્મદા નદીના કિનારે આવેલાં ઓવારા પર મચ્છીમારી કરવા માટે ગયો હતો. ત્યા ગામના જ ઋત્વિક વસાવા, ભાવેશ વસાવા તેમજ દિપક વસાવા પણ મચ્છીમારી કરીરહ્યાં હતાં. અરસામાં તેમના ફળિયામાં રહેતો કીશન રણછોડ વસાવા ત્યાં આવી પહોંચ્યો હતો. કીશનને દિનેશની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાનું દિનેશ જાણતો હોઈ તેણે કિશનને તું મારી પત્ની સાથે કેમ વાત કરે છે તેમ કહેતાં કિશન અચાનક ઉશ્કેરાઈ ગયો હતો. તેણે તેને અપશબ્દો ઉચ્ચારતાં દિનેશે તેને અપશબ્દો ઉચ્ચારવાની ના પાડતાં તેણે તેની ફેટ પકડી માર મારવા લાગ્યો હતો. દરમિયાનમાં તેનું ઉપરાણું લઈને ત્યાં માછીમારી કરતાં ઋત્વિક, ભાવેશ તેમજ દિપકે ત્યાં દોડી આવી દિનેશ પર હુમલો કરી ચારેયે મળી તેને માર માર્યો હતો. જોકે, આસપાસના લોકોએ તેની બુમરાણ સાંભળતાં તુરંત દોડી આવી તેને વધુ મારથી બચાવ્યો હતો. તેને ઈજાઓ થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. બનાવને પગલે દિનેશ વસાવાએ નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ઝગડીયા ના ઉમલ્લા સ્થિત શંકરલાલ રણછોડદાસ સ્થાપિત ટ્રસ્ટ દ્વારા બાળકો ને વિના મુલ્યે નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

વડોદરાના કોઠી ચાર રસ્તા નજીક આવેલ કુબેર ભવન ખાતે ગંદકીનું સામ્રાજ્યને લઈને સામાજિક કાર્યકરનો વિરોધ.

ProudOfGujarat

ભરૂચના લાયન્સ ક્લબમાંથી તસ્કરો 12 પંખા તેમજ એમ્પ્લિફાયર-સ્પિકરના સેટ સહિત 40 હજારની ચોરી કરી ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!