Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના પાંચબત્તી સર્કલ ખાતેના બી જી ટ્રેડ સેન્ટરમાં દાદરનો ભાગ ધરાશાયી : જાનહાની ટળી

Share

ભરૂચ શહેરના વ્યસ્ત પાંચબત્તી સર્કલ ખાતે આવેલ બી.જી. ટ્રેડ સેન્ટરમાં દાદર ધરાશાય થવાની ઘટના સામે આવી છે. વર્ષ 1987માં બનેલું આ શોપિંગ સેન્ટર અત્યંત જર્જરીત હાલતમાં હોવા છતાં અગાઉ પાલિકા દ્વારા ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી પરંતુ શોપિંગ સેન્ટર સંચાલકો દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા ન હતા.શોપિંગ સેન્ટરમાં આવેલ 2 ક્લિનિક તરફ જતો રસ્તો જોખમી બન્યો હતો.ઘટનાને ધ્યાનમાં રાખીને નગરપાલિકાની ફાયર વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી દાદરને સીલ કર્યો છે.પાલિકાની વારંવારની નોટિસ બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા ભવિષ્યમાં મોટી જાનહાની સર્જાઈ શકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.જ્યાં સુધી આ જર્જરીત શોપિંગ સેન્ટરને સંપૂર્ણ રીતે સીલ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી પાંચબત્તીથી સેવાશ્રમ રોડ વિસ્તારને જોખમી ગણવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

Advertisement

Share

Related posts

ગોધરા-મેનેજ મેન્ટ ક્વોટા માં પ્રવેશ લેનારા ST-SC વિધાર્થીઓને શિષ્યવૃતિથી વંચિત રાખવાના પરિપત્રના વિરોધમા એબીવીપી દ્વારા આવેદન

ProudOfGujarat

રાજપીપળા : કેનાલનાં કામમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહીં લેવાય : સાંસદ મનસુખ વસાવા.

ProudOfGujarat

રાજસ્થાનના ઝાલોરમાં દલિત વિદ્યાર્થીના મોતની ઘટનાના વિરોધમાં માંગરોળમાં મૌન રેલી યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!