Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના સ્ટીલના વેપારીને ૧.૩૭ કરોડના માલ સામે આપેલાં ચેકનું પેમેન્ટ અટકાવી ઠગાઈ

Share

 

ભારતમાલા પ્રોજેક્ટમાં કામ મળ્યાનું જણાવી ભરૂચના વેપારીને ભોળવ્યો હતો

Advertisement

ભરૂચ.

ભરૂચના ઝાડેશ્વર ગામે વૈભવ બંગ્લોઝ ખાતે રહેતાં રાજેન્દ્રકુમાર પ્રભુદાસ પટેલ ઝાડેશ્વર ચોકડી પાસે મહેસાણા સ્ટીલ સપ્લાયર્સ નામની ભાગીદારી પેઢીમાં સ્ટીલનો વેપાર કરે છે. ભરૂચમાં નર્મદા એન્ટરપાઈઝ નામની દુકાન ચલાવી સ્પેર પાર્ટસનો ધંધો કરતાં બાબુલ હર્ષદ બારોટ અવાર-નવાર તેમની પાસેથી માલ ખરીદી કરતાં હોવાથી તેઓ તેમને સારી રીતે ઓળખતાં હતાં. દરમિયાનમાં બાબુલે તેમને જણાવ્યું હતું કે, શુશીલ કુમાર સિંઘ ભરૂચમાં હતો ત્યારે તેની પાસેથી માલ ખરીદી કરતો હતો. હાલમાં તે મુંબઈ ખાતે આવેલી કે, આર. પી. ઈન્કા પ્રોજેક્ટ કંપનીમાં જનરલ મેનેજર તરીકે કામ કરે છે. તેમની કંપનીમાં રાહુલ પાઠક નામના શખ્સ એમડી તરીકે છે. તેઓ તેમના વિશ્વાસુ વ્યક્તિ છે. તેમની કંપનીને હાલમાં ભારતમાલાના પ્રોજેક્ટનું કામ મળ્યું છે.

જેથી તેમને મોટા પ્રમાણમાં સ્ટીલની જરૂર છે. શુશીલ સાથે તેમણે અગાઉ ધંધો કર્યો હોઈ તે વિશ્વાસુ હોવાનું જણાવી તેમની કંપની કે.આર.પી ઈન્ફ્રા પ્રોજેક્ટને તમે માલ આપો તેનું પેમેન્ટ કરાવવાની જવાબદારી મારી તેમ કહી બાબુલ બારોટે બાંહેધરી લીધી હતી.જેના પગલે તેમણે પહેલાં ૪૨.૭૪ લાખથી વધુની મત્તાનો માલ લીધો હતો. જેના બદલામાં તેમને ૩૦ દિવસનો પોસ્ટ ડેટેડ ચેક આપ્યો હતો. જે બાદ થોડા જ સમયમાં પુન: ૯૫.૯૨ લાખથી વધુની મત્તાનો સામાનનો ઓર્ડર આપ્યો હતો. જોકે, તેમનો પહેલાં ઓર્ડરનો ચેક હજી ક્લિયર થયો ન હોવાથી તેમને અચખાટ થયો હતો. જોકે બાબુલ બારોટે બાંહેધરી આપતાં તેમણે માલ આપ્યો હતો. બાદમાં તેમણે પહેલો ચેક નાંખતાં તે ચેકનું પેમેન્ટ સ્ટોફ કરાવાનું જણાયું હતુ. તેઓ તેમની મુંબઈ ખાતેની ઓફિસે જતાં ત્યાની એચઆર શ્વેતા દૂબે તેમજ જનરલ મેનેજર સુશીલ સિષ મળી આવ્યા હતાં. જોકે તેમના એમડી હોસ્પિટમાં એડ્મીટ હોવાનું જણાવતાં તેઓ પાછા ભરૂચ આવી ગયાં હતાં. જે બાદ પુન: કોન કરતાં તેમની પાસેના કોઈ નંબર પર સંપર્ક નહીં થતાં તેઓ મુંબઈ ગયાં હતાં. પાંચેક દિવસ સુધી તેમની ઓફિસ નહીં ખુલતાં તેમની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતાં આખરે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


Share

Related posts

ભરૂચ જીલ્લા નો નોરટીફાઇડ એરિયા ના હોલ ખાતે દક્ષિણ ગુજરાત લોક સરકાર નો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયતનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર

ProudOfGujarat

ભરૂચ : ધારાસભ્ય દુષ્યંત પટેલ બોલ્યા રોડ રસ્તા બનાવવા 10 કરોડ સરકારે આપ્યા પણ 5 કરોડના રોડ મુકવા આવે એટલા રોડ નથી મારી પાસે, એટલો વિકાસ કર્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!