Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં SOGનો દરોડો: વાસણની દુકાનની આડમાં ગાંજાનું વેચાણ પકડાયું

Share

ભરૂચ SOGની ટીમે અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં કાર્યવાહી કરીને ગાંજાના વેપારનો પર્દાફાશ કર્યો છે. વાસણ વેચાણ કરતી દુકાનની આડમાં ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસ હરકતમાં આવી હતી.
SOG સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતી મુજબ પાકીઝા હોટલ પાછળ આવેલી ‘ખુશી વાસણ ભંડાર’ દુકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ત્યાંથી 1.605 કિલોગ્રામ ગાંજો, એક મોબાઈલ ફોન તથા રોકડ રકમ મળી કુલ રૂ. 85 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહીમાં પાકીઝા હોટલ પાછળ રહેતા સૂરજ જગદીશ શર્માને ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે ગાંજાનો જથ્થો પૂરું પાડનાર સુભાષ શિવચંદ્ર યાદવને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Share

Related posts

નડિયાદ જિલ્લા કલેકટર અધ્યક્ષતામાં આયુષ્માન ભવ અભિયાન અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

ProudOfGujarat

સ્વચ્છતા હી સેવા અંતર્ગત પીલુદરા પ્રાથમિક શાળામાં સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ

ProudOfGujarat

સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરેલ પરપ્રાંતીય સામે સ્થાનિકોએ જીલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવી ગેરકાયદેસર ઉભી કરાયેલ દુકાનો દૂર કરવા માંગણી કરી હતી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!