Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જિલ્લા સ્તરીય કેમ્પ – “અનક્લેમ્ડ ફાઇનાન્શિયલ એસેટ્સ અભિયાન ( તમારી મૂડી, તમારો અધિકારનો ) કાર્યક્રમ યોજાશે

Share

ભરૂચ

ભારત સરકારના નાણાં મંત્રાલયના નાણાંકીય સેવા વિભાગના માર્ગદર્શન હેઠળ અનક્લેમ્ડ ફાઇનાન્શિયલ એસેટ્સ અભિયાન – તમારી મૂડીતમારો અધિકાર” અંતર્ગત  શારદા ભવનઅંકલેશ્વરજિનવાલા કમ્પાઉન્ડ ખાતે જિલ્લા સ્તરીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ ગુરુવાર૧૬ ઑક્ટોબર ૨૦૨૫ના રોજ સવારે ૧૧.૩૦ વાગ્યેશારદા ભવનઅંકલેશ્વર ખાતે યોજાનાર છે. નાગરિકોને તેમની રકમ પરનો અધિકાર પ્રાપ્ત કરાવવો તથા નાણાંકીય જાગૃતિ વધારવી છે. આ કેમ્પમાં તમામ બેંકો અને નાણાંકીય સંસ્થાઓ અને વીમા કંપનીઓ પોતાના સ્ટૉલ ઉભા કરશે. જ્યાં નાગરિકોને તેમની અનક્લેમ્ડ થાપણો, રકમએકાઉન્ટ્સ તથા ડી.ઈ.એ.એફ. (Depositor Education and Awareness Fund) દાવાઓ અંગે માહિતી,ચકાસણી તેમજ તાત્કાલિક નિરાકરણ માટે માર્ગદર્શન આપવામાં આવનાર છે. જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે કે તેઓ વધુમાં વધુ સંખ્યામાં આ કેમ્પમાં ઉપસ્થિત રહી પોતાની અનક્લેમ્ડ રકમ તથા ખાતાઓ સંબંધિત માહિતી મેળવે અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી આ અભિયાનનો લાભ લેવા જિલ્લા વહીવટીતંત્ર દ્નારા અનુરોધ કરવામાં આવે છે.  
Advertisement

Share

Related posts

સંતાનોના ઝઘડાની રીસ રાખી ત્રણ ભાઇઓનો પરિવાર પર હુમલો

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ની 14 શાળાઓમાં ફાયર સિસ્ટમ જ નથી, તો 136 શાળાઓને ફાયર એનઓસી અંગે કડક સૂચના

ProudOfGujarat

લીંબડી બસ સ્ટેશનમાં 400 ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી આવેલ મજુરો અટવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!