Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સાયબર ગુનાખોરી સામે ભરૂચની શાનદાર કામગીરી, ત્રણ પોલીસકર્મીઓને રાજ્યસ્તરીય ‘સાયબર કોપ’ સન્માન

Share

 

રાજ્યભરમાં સાયબર ક્રાઇમ ડિટેક્શન ક્ષેત્રે ગત મહિને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર તરીકે ભરૂચના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને વિશેષ ઓળખ મળી છે. સમગ્ર રાજ્યમાંથી માત્ર ભરૂચના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસકર્મીઓની પસંદગી થઈ, જેમને ‘સાયબર કોપ એવોર્ડ’ના સ્મૃતિચિન્હ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Advertisement

ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મલ્કેશ ગોહિલ, રમેશભાઈ પરમાર અને સાહીલ રાજે સાયબર ગુનાખોરીના જામતારા કનેક્શનને શોધી કાઢીને આરોપીની ધરપકડ કરવામાં નોંધપાત્ર સફળતા મેળવી હતી. તેમની આ અસરકારક અને પ્રશંસનીય કામગીરીને ધ્યાનમાં લઈ તેમને ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગાંધીનગરના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ સન્માન ભરૂચ પોલીસની કાર્યક્ષમતા અને સાયબર ગુનાઓ સામેની મજબૂત કામગીરીને ઉજાગર કરે છે.


Share

Related posts

વડોદરા : કરજણ તાલુકાનાં વલણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવીડ -૧૯ રસીકરણ અંગેનું ડ્રાય રન યોજાયું જેમાં રસીકરણ અંગેનું મોકડ્રિલ કરાયું.

ProudOfGujarat

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે મત ગણતરી મામલે હાઇકોર્ટનાં દ્વાર ખખડાવ્યા…

ProudOfGujarat

ભરૂચ : ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ દહેજ કંપની દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!