Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ કોર્ટને ઉડાવી દેવાની ધમકીના બીજા જ દિવસે રેલવે સ્ટેશને બીનવારસી બેગ મળતાં દોડધામ

Share

બેગમાં માત્ર કપડાં સહિતનો સામાન મળ્યો
ભરૂચ.
ગઇકાલે મંગળવારના રોજ ગુજરાત હાઇકોર્ટ સહિત 5 જિલ્લાની કોર્ટને આરડીએકસથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેઇલ મળતાં પોલીસ વિભાગે તુરંત એક્શનમાં આવી ગઇ હતી. ભરૂચ કોર્ટમાં પણ બોમ્બની અફવા હોવાથી પોલીસે ડોગ સ્કવોર્ડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડની મદદથી બોમ્બ શોધવાની કવાયત હાથ ધરી હતી. જોકે, કોઇ સંદિગ્ધ સામાન ન મળતાં લોકોએ હાશકારો લીધો હતો. જોકે, બુધવારે ભરૃચ રેલવે સ્ટેશનના ગેટ પાસે જ એક કાળા કલરની બેગ બિનવારસી હાલતમાં પડેલી મળી આવતાં અફરાતફરી મચી ગઇ હતી. બ્લાસ્ટની ધમકીના બીજા દિવસે બેગ મળવાને કારણે સમગ્ર મામલાને ગંભીરતાથી લેવામાં આવી હતી. રેલવે પોલીસે બેગને સુરક્ષિત રીતે અન્ય સ્થળે ખસેડી તેને ખોલીને તપાસ કરતાં તેમાં માત્ર કપડાં જ હોવાનું માલુમ પડતાં આખરે પોલીસ વિભાગે હાશકારો લીધો હતો. કોઇ મુસાફર બેધ્યાનપણે તેની બેગ ભુલી ગયો હોવાની પ્રાથમિક આશંકા પોલીસે વ્યક્ત કરી છે.

Share

Related posts

ખેડા જિલ્લા વિકાસ અધિકારીએ કઠલાલ તાલુકા પંચાયત કચેરીની આકસ્મિક મુલાકાત લીધી.

ProudOfGujarat

અંકલેશ્વરના યુવાનને પતંજલિ કંપનીમાં નોકરી અપાવવાના બહાને ઠગે રૂપિયા ૩૩ હજારથી વધુની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.

ProudOfGujarat

રાજપીપલા સહીત નર્મદામાં આજથી ગણેશ મહોત્સવનો રંગેચંગે પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!