Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratUncategorized

દહેજ માટે પત્ની પર શારીરિક ત્રાસ ગુજારનાર બેન્ક મેનેજર સહિત સાસરિયાઓ સામે ફરિયાદ

Share

ભરૂચ.
ભરૂચના ચાવજ ગામે આવેલાં રચના બંગ્લોઝ ખાતે રહેતાં પ્રમોદ સોલંકીની પુત્રી કિંજલના લગ્ન 2016માં ગાંધીનગરના કુડાસણ ખાતે રહેતાં જિજ્ઞેશ જગદિશ ચૌહાણ સાથે થયાં હતાં. લગ્નના પાંચેક વર્ષ સુધી સાસરિયાઓએ તેની સાથે સારુ રાખ્યાં બાદ તું પિયરેથી કાંઇ લાવી નથી તેમ કહીં તેમને તેને માનસિક રીતે હેરાન કરતાં હતાં. બીજી તરફ તેઓ તેના પતિને પણ ચઢામણી કરતાં હોઇ તે પણ તેની સાથે ઝઘડો કરતો હતો. અરસામાં 2023માં તેના પતિની નોકરી એસબીઆઇ બેન્કમાં મેનેજર તરીકે સુરેન્દ્રનગરના દસાડા ગામે થતાં તેઓ પતિ-પત્ની પાટડી રહેવા ગયાં હતાં. જ્યાં પણ તેનો પતિ અવાર-નવાર તેને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. તેના પતિએ રાંદેસર ગીફ્ટ સીટી ગાંધીનગર ખાતે લક્ઝુરિયસ ફ્લેટ લીધો ત્યારે તે મકાનનું ફર્નિચરનું કામ કરાવવા માટે લોન લેવાના હતાં ત્યારે તેના દિયર રોહને તેના પતિને ચઢામણી કરી હતી કે, તારી સાસુ રિટાયર્ડ થાય છે તો તું તેની પાસે 20 લાખ રૂપિયા લોન કેમ કરાવે છે. જેથી તેનો પતિ સાસુ પાસેથી રૂપિયા લઇ આવવા કહેતો હતો. તેણે ના પાડતાં તેને મારઝૂડ કરતો હતો.એકવાર ઝઘડો થતાં તેને ઘરની બહાર કાઢી મુકી દરવાજો બંધ કરી દીધો હતો. પિયરના લોકો સમજાવવા આવતાં તેમની સામે પણ પોલીસ કેસ કર્યો હતો. આખરે તેમણે તેના પતિ જિજ્ઞેશ,  સસરા જગદિશ, સાસુ રેખા, દિયર રોહન તેમજ દેરાણી અનિતા સામે ભરૂચ મહિલા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

નર્મદામાં પુરની સ્થિતિ સર્જાતા ઝઘડિયાના કાંઠા વિસ્તારના ૧૨ ગામોને એલર્ટ કરાયા.

ProudOfGujarat

ભરૂચ : આજરોજ એમિટી સ્કૂલ ખાતે 36 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના વધુ ૫ કન્ટેઈન્મેન્ટ ઝોનને ક્લસ્ટરમુક્ત જાહેર કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!