Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતની નંબર 1 વેલીયન્ટ ક્રિકેટ કલબના બ્રાન્ડ એમ્બેસેડર બન્યો નર્મદાનો આશસ્પદ ખેલાડી વિશાલ પાઠક.

Share

ગુજરાતની નંબર 1 વેલીયન્ટ ક્રિકેટ કલબ તરફથી નર્મદા જિલ્લાના વિશાલ પાઠક ક્રિકેટ રમી રહ્યો છે. નર્મદા જિલ્લાની રાજપીપલા કિંગ્સના કેપ્ટન વિશાલ પાઠકએ વર્ષ 2019 માં દમણ ખાતે રામાયેલ વેલીયન્ટ પ્રીમિયર લીગમાં રાજપીપલા કિંગ્સને ફાઇનલ મેચ સુધી પોતાની ટિમને પહોંચાડી હતી જોકે ફાઇનલ મેચમાં ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો.

નર્મદા જિલ્લાના એક માત્ર ક્રિકેટર વિશાલ પાઠક એ અત્યાસુધી ઘણા રાજ્યોમાં પોતાની ક્રિકેટર તરીકેની આગવી ઓળખ ઉભી કરી છે. વિશાલ એ નેપાળ, દિલ્હી, જયપુર, મલેશિયા અને ગુજરાતમાં અનેક સ્થળો પર ક્રિકેટમાં ટિમની આગેવાની કરી છે અને ટીમ તરફથી રમતા ઘણી વિકેટો પણ ઝડપી છે અને રન બનાવીને પોતાની ટીમને વિજેતા પણ બનાવી છે. નર્મદા જિલ્લાના વિશાલ પાઠકને વર્લ્ડકપમાં પ્રથમ હેટ્રિક લેનાર ચેતન શર્મા અને ભારતને પ્રથમ એશિયા કપ જીતડનાર સુરીન્દર ખન્ના નામથી ઓળખે છે.

જ્યારે બૉલીવુડની વાત કરીએ તો આશીકી મુવી ફેઈમ રાહુલ રોય, મશહૂર સિંગર સ્ટેબીન બેન, મિત બ્રોસ, તારક મહેતાના બાઘા (તન્મય વેકરીયા), નટુકાકા પણ વિશાલ પાઠકને અંગત રીતે ઓળખે છે. જ્યારે હાલમાં જ વેલીયન્ટ ક્રિકેટમાં નર્મદા જિલ્લાના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યા છે. બ્રાન્ડ એમ્બેસેડર બનતાની સાથે જ ભરૂચ સાંસદ મનસુખ વસાવા એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી અભિનંદન પણ પાઠવ્યા હતા. નર્મદા જિલ્લાના એક એવો વ્યક્તિ છે કે જેને ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરએ પણ વિશાલ પાઠક એ ટ્વીટર પર અપલોડ કરેલ બ્લડ ડોનેશનના ફોટા પર કોમેન્ટ કરી હતી, કહી શકાય કે ક્રિકેટના ભગવાનની કોમેન્ટ આવે તો કેટલો ઉત્સાહ હોઈ તે તો માત્ર વિશાલ પાઠક જ જાણી શકે છે. હાલ વેલીયન્ટ ક્રિકેટ તરફથી નર્મદા જિલ્લાના બ્રાન્ડ એમ્બેસેડર બનવાથી ખૂબ ખુશી થઈ છે આ તમામ બાબતોને વિશાલ પાઠકે પોતાના પરિવારના સપોર્ટને અને વેલીયન્ટ ક્રિકેટને કારણે જ આ બહુમાન મળ્યું છે તેમ જણાવ્યું હતુ.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

સહકારી મંડળીઓની ચૂંટણીઓ કરવાની માંગ સાથે પૂર્વ ચેરમેન અને કોંગી અગ્રણી સંદીપ માંગરોલા આંદોલન પર ઉતર્યા..!!

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સરેરાશ ૩ ડીગ્રી એ વધતું તાપમાન જાણો જવાબદાર પરિબળોની દુ:ખદ વિગતો

ProudOfGujarat

અમદાવાદ-મુંબઈ વચ્ચે ‘વંદે ભારત એક્સપ્રેસ’ ની ટ્રાયલ રન 130 Kmph ની ઝડપે શરૂ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!