Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સાસુ માટે ઈકો કારમાં ૨૫૦ લીટર દેશીદારુની ખેપ મારતો જમાઈ ઝબ્બે

Share

દહેજ પોલીસે ૫૦ હજારના દારૂ સહિત ૩ લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ

Advertisement

 

દહેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાં ચોક્કસ બાતમી મળી હતી કે, દહેજ ભુતનાથ મહાદેવ મંદિર તરફથી એક સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની ઈકો કારમાં દેશીદારુનો જથ્થો ભરીને એક શખ્સ દહેજ તરફ આવી રહ્યો છે. જેના પગલે ટીમે તુરંત એકશનમાં આવી દહેજથી ભુતનાથ મહાદેવ જવાના રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાનમાં બાતમી મુજબની એક ઈકો કાર આવતાં તેમણે કાર રોકી હતી. ચાલકની પુછપરછ કરતાં તેનું નામ કમલેશ મોહન વાઘેલા (હાલ રહે. દહેજ, પરા કળીયું. મુળ રહે, જંબુસર ભુત કળિયા) હોવાનું માલુમ પડયું હતું. ટીમે ઈકોમાં તપાસ કરતાં તેમાં અહીં-અઢી લીટરના દેશીદારૂના બમ્પરો ભરેલાં ૧૦ મીણીયા ઘેલાં મળી આવ્યાં હતાં. ટીમે કુલ ૫૦ હજારની મત્તાનો વિદેશીદારૂનો જથ્થો તેમજ અઢી લાખની ઈકો કાર મળી કુલ ૩ લાખની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ઈકો ચાલકની ઉલટ પુછપરછ કરતાં તેણે દહેજમાં પરા ફળિયામાં રહેતી તેની સાસુ ગજીબેન જીણા દેવીપુજકનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે દેશીદારુ. કાર સહિત ૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગજી દેવીપુજકને વોન્ટેડ જાહેર કરી બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ રેલવે સ્ટેશન વિસ્તારમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા મગફળી કાંડ ના વિરોધ માં વિરોધ પ્રદર્શન કરાયું હતું-કાર્યકરો દ્વારા ગળા માં મગફળી નો હાર પહેરી રસ્તા ઉપર બેસી જઇ ભારે સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું….

ProudOfGujarat

આણંદની અંજલી મહિલા અન્ડર 19ની ટીમની કેપ્ટન

ProudOfGujarat

વાંકલ : લસકાણા પ્રાથમિક શાળામા ધોરણ 6થી 8 મા જિલ્લાફેર બદલીથી આવનાર શિક્ષકોના કેમ્પ યોજાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!