Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

છાપરા પાટિયા થી ભૂત મામાંની ડેરી વચ્ચેના રોડની સાઈડ પર આવેલા ખાડામાં પાંચ થી છ ફૂટ લાંબું મગરનું બચ્ચું જોવા મળતાં ભયનો માહોલ

Share

અંકલેશ્વર ના છાપરા પાટિયા થી ભૂત મામાંની ડેરી વચ્ચેના રોડની સાઈડ પર આવેલા ખાડામાં પાંચ થી છ ફૂટ લાંબું મગરનું બચ્ચું જોવા મળ્યું, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.
સ્થાનિક લોકો મુજબ, રોડની સાઈડ પર આવેલા પાણી ભરાયેલા ખાડામાં અચાનક મગરનું બચ્ચું દેખાતા વાહનચાલકો અને રાહદારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. બાળકો અને મહિલાઓમાં ખાસ કરીને ડરનો માહોલ જોવા મળ્યો.

છાપરા પાટિયા – ભૂત મામાંની ડેરી વચ્ચેનો રોડ પર સાઈડ ના ખાડા માં અંદાજે ૫ થી ૬ ફૂટ મગર નું બચ્ચુ દેખાતા માનવ જીવને ખતરો
સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચીને મગરને સુરક્ષિત રીતે પકડવાની કાર્યવાહી હાથ ધરે તેવી શક્યતા છે.

Advertisement

લોકોની માંગ છે કે નજીકમાં આવેલા ખાડા અને પાણી ભરાયેલા વિસ્તારોની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને મગર જેવા જોખમી જીવોથી લોકોને બચાવવા કાયમી વ્યવસ્થા કરવામાં આવે.
રોડ પરથી પસાર થતા નાગરિકો સાવચેત રહે, બાળકોને એકલા બહાર ન મોકલે અને કોઈપણ સંજોગોમાં મગરની નજીક જવાની કોશિશ ન કરે.


Share

Related posts

રાજપીપળા : આમલેથા પોલીસ સ્ટેશન અને ગામકુવા ગામના નાગરિકો વચ્ચે “મૈત્રી” ક્રિકેટ મેચ યોજાઇ.

ProudOfGujarat

લીંબડી ધંધુકા હાઇવે ઉપર કાર ચડી બેસી પલંગ પર પલંગ પર સુતેલાનો આબાદ બચાવ

ProudOfGujarat

રાજ કરેગા મલિક: રાજકુમાર રાવ અને માનુષી છિલ્લરના ગેંગસ્ટર ડ્રામા ‘માલિક’ નું શક્તિશાળી ગીત રિલીઝ થયું છે, અને તે રાહ જોવા યોગ્ય છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!