Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ચપ્પુની અણીએ પરીણિતા સાથે દુષ્કર્મ આચરનાર આરોપી ઝબ્બે

Share

દહેજ નજીકના એક ગામમાં બનેલી ઘટના
ભરૂચ.
દહેજ નજીકના એક ગામમાં રહેતી પરીણિતા ગત 8મી જાન્યુઆરીએ રાત્રીના સમયે તેના ઘરે એકલી હતી. જ્યારે તેના પતિ બાળકોને લેવા જંબુસરના એક ગામે ગયાં હતાં. તે સાતેક વાગ્યાના અરસામાં ઘરમાં કામ કરી રહી હતી. તે વેળાં પરીણિતાના એકલતાનો લાભ લઇ તેમના ગામમાં જ બીજા ફળિયામાં રહેતો એક ભરત કરસન પટેલ અચાનક ઘરનો દરવાજો ખખડાવતાં પરીણિતાએ દરવાજો ખોલતાં ઘુસી આવ્યો હતો. ભરતે મહિલાને એક કંપનીમાં નોકરીએ લગાડી હોવાથી તેણે ભરતને કોઇ કામ હશે તેમ માની ઘરમાં લીધો હતો. દરમિયાનમાં ભરતે મહિલા સાથે જબરજસ્તી કરવા લાગ્યો હતો. મહિલાએ વિરોધ કરતાં શખ્સે અચાનક ચપ્પુ કાઢી મહિલાને ધમકાવી તેની સાથે બળજબરી પુર્વકે દુષ્કર્મ આચરી ફરાર થઇ ગયો હતો. મોડી રાત્રે તેનો પતિ ઘરે આવતાં તેણે પતિને તમામ હકિકતથી વાકેફ કરતાં તેઓએ દહેજ મરીન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો હતો. દહેજ મરીન પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

આમોદ તાલુકાનાં સરભાણ ગામ ખાતે સગીરાને ભગાડી જનારને પોલીસે 3 વર્ષ પછી ઝડપી લીધો હતો.

ProudOfGujarat

ભરૂચમાં ઝાડેશ્વર વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરાયું

ProudOfGujarat

ઝઘડીયા ખાતે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!