Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં પતંગોત્સવને લઈને DGVCLની સુરક્ષા ચેતવણી, નાગરિકોને સતર્ક રહેવા અનુરોધ

Share

 

ભરૂચ.

Advertisement

ભરૂચ જિલ્લામાં ઉતરાયણ પર્વને લઈને ઉત્સાહ ચરમસીમા પર પહોંચ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પતંગ ચગાવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા વીજ સલામતીને ધ્યાનમાં રાખીને નાગરિકોને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.

DGVCL ભરૂચ શહેર વિભાગના નાયબ ઇજનેર એચ. ટી. મિસ્ત્રી અનુસાર, પતંગ ચગાવતી વખતે થતી નાની બેદરકારી પણ ગંભીર વીજ અકસ્માતમાં ફેરવાઈ શકે છે. ખાસ કરીને ખુલ્લા વીજ તાર નજીક પતંગ ઉડાવવો, વીજ થાંભલાં પર ચઢવું કે પતંગ છૂટવા પર લંગર નાખવું જોખમરૂપ સાબિત થઈ શકે છે. લંગર નાખવાથી વીજ તાર એકબીજા સાથે સ્પર્શે છે, જેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ શકે છે અને આગ લાગવાની શક્યતા પણ રહે છે.

તેમણે જણાવ્યું કે આજકાલ વપરાતી મેગ્નેટિક ટેપ, સિન્થેટિક દોરી તથા ધાતુ મિશ્રિત માંજા વીજ વાહક હોય છે, જે પાવર લાઈનો માટે અત્યંત હાનિકારક છે. આવા સામગ્રી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, છતાં તેનો ઉપયોગ થવાથી વીજ પુરવઠામાં ખલેલ તેમજ જીવલેણ અકસ્માતોની શક્યતા વધે છે.

કોઈપણ વીજ સંબંધિત સમસ્યા કે તાત્કાલિક પરિસ્થિતિમાં નાગરિકો DGVCLના ટોલ ફ્રી નંબર 1800 233 3003, 19123 અથવા વોટ્સએપ નંબર 63570 97833 પર સંપર્ક કરી શકે છે.

DGVCL દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવી છે કે, ઉતરાયણને ખુશી અને સુરક્ષા સાથે ઉજવવા માટે સલામતીના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.


Share

Related posts

Modi@68: ભારતની સ્વતંત્રતા બાદ જન્મેલાં નરેન્દ્ર દેશનાં પ્રથમ PM, જાણો વડનગરથી દિલ્હી સુધીની કેવી રહી સફર…

ProudOfGujarat

ઉનાળાની કાળ જાળ ગરમીના પ્રારંભે ઠેર ઠેર પરબનું નિર્માણ કરવા કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

સુરત-પાલતુ કૂતરાને પાલિકા પકડવા ગઈ તો મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!