Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની શાન: પ્રાત્વી દેસાઈએ સ્ટેટ લેવલ ખેલ મહાકુંભમાં બે બ્રોન્ઝ મેડલ જીતી ભરૂચનું ગૌરવ વધાર્યું

Share

 

ભરૂચ.

Advertisement

ભરૂચની ઊભરતી સ્કેટિંગ સ્ટાર પ્રાત્વી દેસાઈએ પોતાની રમતગમતની ક્ષમતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા સુરત ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના ‘ખેલ મહાકુંભ’માં બે બ્રોન્ઝ મેડલ જીતીને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.
ભરૂચની એમિકસ (Amicus) સ્કૂલમાં અભ્યાસ કરતી પ્રાત્વી દેસાઈએ અગાઉ જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ સ્પીડ સ્કેટિંગ સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ મેળવીને રાજ્ય કક્ષા માટે ક્વોલિફાય કર્યું હતું. ત્યારબાદ ૮ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન સુરત ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની સ્પીડ સ્કેટિંગ સ્પર્ધામાં તેણે કઠિન સ્પર્ધા વચ્ચે બે બ્રોન્ઝ મેડલ, ૧૦૦૦ મી. રિંક રેસ અને ૩૦૦૦ મી. રોડ રેસ ઇવેન્ટમાં વિજય મેળવીને સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે.
પ્રાત્વી દેસાઈ ભરૂચના સેન્ટ ઝેવિયર્સ સ્કેટિંગ રિંક (Xavier’s Skating Rink) ખાતે સ્પીડ સ્કેટિંગની સઘન તાલીમ લઈ રહી છે. તેની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર, કોચ અને ખેલ જગતના અગ્રણીઓએ તેને અભિનંદન પાઠવ્યા છે. આગામી સમયમાં તે રાષ્ટ્રીય સ્તરે પણ ભરૂચનું પ્રતિનિધિત્વ કરી સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.


Share

Related posts

રાજપીપળા : સાગબારા તાલુકાના ગામ સીમની પાદરમાં એક વિધવા મહિલાની જમીનને હડપી લેવા કોશિશ કરતા નિર્ભયા ટીમે ન્યાય અપાવ્યો.

ProudOfGujarat

અંકલેશ્વર પંથકમાં થયેલ આઠ જેટલા સાઇબર ફ્રોડને સાયબર ક્રાઇમ સ્કોડે ઝડપી પાડયા.

ProudOfGujarat

Breaking News…ભરૂચ-નેશનલ હાઇવે ૪૮ પર અસુરીયા નજીક ટેમ્પાની અડફેટે બે જૈન સાધ્વીઓના મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!