Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બંધ પડેલી વિડીયોકોન કંપનીમાંથી ચોરેલાં ટીવી અંકલેશ્વરમાં વેચતાં ત્રણ ઝબ્બે

Share

ભરૂચના ચાવજ ગામની ચોરી ઘટના, ચોરાયેલાં ૧૦ પૈકી ૬ ટીવી રિકવર થયાં

 

Advertisement

ભરૂચના ચાવજ ગામે આવેલી વિડિયોકોન કંપનીમાંથી ગત ૧૨મી જાન્યુઆરીની રાત્રીએ તસ્કરોએ ૧૦ એલઈસી ટીવી ચોરી કરી ગયાં હતાં. ભરૂચ એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, વાલિયા તાલુકામાં આવેલાં વાગલખોડ ગામનો અગાઉ ચોરીમાં પકડાયેલો અમિત ઉર્ફે ઈમલો વસાવા સફેદ કલરની ઈકો કારમાં શંકાસ્પદ એલઈડી ટીવી ભરી મહાવીર ટર્નિંગની આસપાસ કરી રહ્યો છે. જેના પગલે ટીમે તેની ઈકો કાર ઝડપી પાડતાં તેમાં તેમાં  એલઈડી ટીવી તેમજ ૩ શખ્સો મળી આવ્યાં હતાં. પુછપરછમાં તેમના નામ અમિત ઉર્ફે ઈમલો વસાવા, અક્ષય મુકેશ વસાવા (રહે. પાનવાડી ઝઘડિયા) તેમજ સુનિલ છત્રસિંહ વસાવા (રહે. લુણા, વાલિયા) હોવાનું જણાવ્યું હતું. તેમજ કબુલ્યું હતું કે, પાંચેક દિવસ પહેલાં તેઓ ત્રણેય તેમજ દિપક ઉર્ફે અક્ષય વસાવા તથા મીસુ વસાવા તેમની ઈકો કાર લઈને ચાવજની વિડીયોકોન કંપનીએ ગયાં હતાં. રાત્રીના સમયે તેમણે એલઈડી ચોરી કરી ફરાર થઈ ગયાં હતાં. ટીમે તેમના બે સાગરિતો દિપક ઉર્ફે અક્ષય વસાવા તથા મીસુ વસાવાને ઝડપી પાડવાના ચક્કો ગતિમાન કર્યા હતાં.

 

 


Share

Related posts

શહેરા બ્લોકના કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામા આવ્યો.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ફૂડ & ડ્રગ વિભાગની કેચેરીના અભાવે ખાણી પીણીના વેપારીઓને ઘી કેળા!

ProudOfGujarat

રાજપીપળા એસ.ટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવરે પોઇચા પુલ પરથી નર્મદા નદીમાં કેમ કૂદકો માર્યો રહસ્ય અકબંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!