ન્યુઝ.વિરમગામ
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

સુરેન્દ્રનગર લોકસભામાં સમાવિષ્ટ વિરમગામ વિધાનસભાના મતદારો સહિત રાજ્યભરના મતદારોને સ્ટેપ અહેડ પોઝીટીવ મિડીયા અને અમદાવાદ જીલ્લા મિડીયા ક્લબ દ્વારા રાષ્ટ્ર હિતમાં મતદાન કરવામાં માટે અપીલ કરવામાં આવી રહી છે. મતદારોને ભારતના સાંસ્કૃતિક ગૌરવની પુનઃપ્રતિષ્ઠા માટે રાષ્ટ્ર હિતમાં અવશ્ય મતદાન કરવા માટે સમજ આપવામાં આવી હતી.

સ્ટેપ અહેડ પોઝીટીવ મિડીયા અને અમદાવાદ જીલ્લા મિડીયા ક્લબ  દ્વારા મતદારોને અપીલ કરતા જણાવવામાં આવ્યુ હતુ કે, “આપણો એક મત બંધારણનું રક્ષણ કરશે. આપણો એક મત લોકતાંત્રિક મૂલ્યોની રક્ષા કરશે. આપણો એક મત ભારતની એકતા અખંડિતતાની રક્ષા કરશે. આપણો એક મત આતંકવાદને જડમૂળથી નાશ કરશે. આપણો એક મત ભ્રષ્ટાચારનો સફાયો કરશે. આપણો એક મત દેશનું ભવિષ્ય નક્કી કરશે અને હા નોટાનું બટન દબાવીને આપણે લોકતંત્રની કોઈ સેવા નથી કરવાના એટલે નોટા નહીં પરંતુ યોગ્ય ઉમેદવાર ને જ મત આપવો જોઈએ. આપણો મત આપણી સેનાના સન્માન માટે. આપણો મત માઁ ભારતીયની રક્ષા માટે. આપણો મત દેશના ઝડપી વિકાસ અને પ્રગતિ માટે. આપણો મત સમતા અને સમરસતા માટે. આપણો મત રાષ્ટ્રવાદને દ્રઢ બનાવવા માટે. આપણો મત સ્થિર અને નિર્ણાયક સરકાર માટે. આપણો મત રાષ્ટ્રીય અસ્મિતાના સન્માન માટે. આપણો મત ભારતના સાંસ્કૃતિક ગૌરવની પુનઃ પ્રતિષ્ઠા માટે. એટલે જ કહીએ છીએ કે રાષ્ટ્ર હિતમાં આપણે અવશ્ય મતદાન કરવું જ જોઈએ.

LEAVE A REPLY