Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગુજરાત મા ફોર્મ–૭ની વાંધા અરજીઓ છેલ્લી ઘડીએ બલ્કમાં સ્વીકારવાની કાર્યવાહી સામે તપાસની માંગ

Share

 

ગુજરાતમાં મતદાર યાદી સુધારા પ્રક્રિયા (SIR) અંતર્ગત ફોર્મ–૭ મારફતે કરવામાં આવતી વાંધા અરજીઓ બાબતે ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે. રાજ્યભરમાં છેલ્લી તારીખે અને છેલ્લી ઘડીએ એકસાથે બલ્કમાં ફોર્મ–૭ અરજીઓ દાખલ થવી, તેમજ તે પણ એકસરખા પેટર્ન હેઠળ, એ લોકશાહી માટે ગંભીર ચિંતાનો વિષય છે.

Advertisement

કાયદાની જોગવાઈઓ મુજબ ફોર્મ–૭ માટે અવસાનનું પ્રમાણપત્ર, સરનામું બદલ્યાનો પુરાવો અથવા વાંધાનો સ્પષ્ટ લેખિત આધાર ફરજિયાત છે અને આવી અરજી સંબંધિત મતવિસ્તારનો નોંધાયેલ મતદાર અથવા BLO દ્વારા જ થવી જોઈએ. દરેક અરજી પર વ્યક્તિગત તપાસ અને સંતોષ અનિવાર્ય છે. તેમ છતાં, બલ્કમાં અરજીઓ સ્વીકારવામાં આવી હોવાની ઘટનાઓથી યાંત્રિક સ્વીકાર અને નિયમોના ભંગની ગંભીર શંકા ઊભી થાય છે.

આ સમગ્ર ઘટનાક્રમ ભાજપના રાજકીય દબાણ હેઠળ રચાયેલા ષડયંત્રનો ભાગ હોવાની પ્રબળ શંકા દર્શાવે છે, જેના દ્વારા સાચા મતદારોના નામ દૂર કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો ભય છે. આવી કાર્યવાહી મતદાર યાદીની શુદ્ધતા અને મુક્ત–ન્યાયસંગત ચૂંટણી પ્રક્રિયા પર સીધો પ્રહાર છે.

અતઃ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા દ્વારા માંગ કરવામાં આવે છે કે:
1. ફોર્મ–૭ સ્વીકારવાના દિવસ અને સમયે સંબંધિત કચેરીઓમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજની તાત્કાલિક તપાસ કરવામાં આવે;
2. બલ્કમાં અરજીઓ સ્વીકારનાર અધિકારીઓની ભૂમિકા અંગે નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે;
3. નિયમોના ઉલ્લંઘન માટે જવાબદાર અધિકારીઓ સામે કડક શિસ્તભંગ અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે;
4. શંકાસ્પદ તમામ ફોર્મ–૭ અરજીઓ પર ફરીથી વ્યક્તિગત, દસ્તાવેજ આધારિત તપાસ કરાવવામાં આવે.

મતદાર યાદી લોકશાહીની આત્મા છે. તેમાં થતી કોઈ પણ ગેરરીતિ સામે તાત્કાલિક અને કડક પગલાં લઈ લોકવિશ્વાસ જાળવવો અત્યંત જરૂરી છે.
આ પ્રકારની પ્રવૃત્તિ ભાજપ સરકારની વેટચોરી નો ઉત્તમ દાખલો છે.


Share

Related posts

ભરૂચના સારંગપુર ખાતેથી 6 શખ્સોને પત્તા પાના વડે જુગાર રમતા ઝડપી પાડતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ

ProudOfGujarat

રાજપીપળા કલરવ શાળાની વિદ્યાર્થીની તમસીલજહા કુરેશી એ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં માર્યું મેદાન

ProudOfGujarat

લીંબડીમાં સૌભાગ્યવતિ મહિલાઓ દ્વારા વડ સાવિત્રીના વ્રતની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!