Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સાયખા GIDCની આલ્કેમી ફાઇનકેમ કંપનીમાં ગંભીર અકસ્માત, રિપેરિંગ દરમિયાન ગરમ રાખ પડતાં ચાર કર્મચારીઓ દાઝ્યા

Share

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી સાયખા GIDCની આલ્કેમી ફાઇનકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રાત્રિના સમયે ગંભીર ઔદ્યોગિક અકસ્માત સર્જાયો હતો. કંપનીના બોઇલર વિભાગમાં મરામત કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે અચાનક ગરમ રાખ (એશ) છલકાતાં ચાર મિકેનિકલ કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. ઇજાગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, બોઇલર વિભાગમાં લગાવવામાં આવેલા બટરફ્લાય વાલ્વ અને વાઇબ્રેટરના બોલ્ટમાં ખામી સર્જાતા મરામતની જરૂર પડી હતી. રાત્રે આશરે 1:10 વાગ્યે મિકેનિકલ ટીમ દ્વારા આ ખામી સુધારવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક વાલ્વ પોતાની જગ્યાથી ખસી જતાં સાયલોમાં જમા થયેલી અતિ ગરમ રાખ સીધી કામ કરી રહેલા કર્મચારીઓ પર પડી હતી, જેના કારણે તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.

Advertisement

અકસ્માત થતાં જ કંપની પરિસરમાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું. સહકર્મચારીઓએ તાત્કાલિક ચારેયને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા, પરંતુ તેમની હાલત ગંભીર જણાતાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતા જ વાગરા પોલીસ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તંત્ર દ્વારા અકસ્માતના કારણો તેમજ કંપનીમાં સુરક્ષા વ્યવસ્થાઓનું પાલન થઈ રહ્યું હતું કે નહીં તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.


Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ અને નીરાત નગરના સ્થાનિકો વચ્ચે રાજકીય ઘર્ષણ

ProudOfGujarat

દેડીયાપાડાઃ આંત૨૨ાષ્ટ્રીય દીકરી દિવસ નિમિત્તે ગારદા ગામનાં યુવાનો દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી,

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય શાખા દ્વારા અસરગ્રસત વિસ્તારમાં આદરવામાં આવી આરોગ્યલક્ષી સેવાઓ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!