Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સાયણ સુગરની ચૂંટણીમાં પ્રતિષ્ઠાનો જંગ: સાંધીયેર ઝોનમાં દર્શન નાયક ‘ખરા અર્થમાં નાયક’ : પૂર્વ પ્રમુખ કેતન પટેલ અને વર્તમાન પ્રમુખ રાકેશ પટેલનો પણ વિજય | 17 ઝોનમાંથી 3 બિનહરીફ, 15 ઝોનમાં યોજાઈ ચૂંટણી

Share

 

સુરત :

Advertisement

દક્ષિણ ગુજરાતની સહકારી ખાંડ મંડળીઓમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. સાયણ સુગર બાદ કામરેજ અને બારડોલી સુગરની ચૂંટણીને લઈને પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે સાયણ સુગરની ચૂંટણીમાં 9 ઓગસ્ટે મતદાન થયા બાદ આજે પરિણામ જાહેર થતાં અનેક ઝોનમાં રસાકસીભર્યા મુકાબલા જોવા મળ્યા હતા. મોડી સાંજ સુધી કેટલાક ઝોનમાં મતગણતરીનો દોર ચાલુ રહ્યો હતો.

સાયણ સુગરની કુલ 17 ઝોનની ચૂંટણીમાં 3 ઝોનના ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં બાકીના 15 ઝોનમાં મતદાન યોજાયું હતું. ચૂંટણીમાં પૂર્વ પ્રમુખ કેતન પટેલ અને વર્તમાન પ્રમુખ રાકેશ પટેલ વચ્ચેની પેનલ વચ્ચે ભારે ટક્કર જોવા મળી હતી.

ચૂંટણીના પરિણામોમાં કુદસદ ઝોનમાંથી પૂર્વ પ્રમુખ કેતન પટેલનો વિજય થયો છે, જ્યારે સાયણ ઝોનમાંથી વર્તમાન પ્રમુખ રાકેશ પટેલે પણ જીત મેળવી છે. બીજી તરફ હાલમાસ ઝોનમાં યોગેશ પટેલે જંગી લીડ સાથે વિજય મેળવ્યો હોવાનું સામે આવ્યું છે.

સાંધીયેર ઝોનનું પરિણામ સૌથી વધુ ચર્ચામાં

સાયણ સુગરની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા સાંધીયેર ઝોનના પરિણામની રહી છે. અહીં દર્શન નાયકનો વિજય થયો છે. દર્શન નાયક સામે ભાજપના બે યુવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા હોવા છતાં તેમણે બંને ઉમેદવારોને પાછળ રાખી વિજય મેળવ્યો હતો.

સ્થાનિક રાજકીય વર્તુળોમાં દર્શન નાયકને જમીન સાથે જોડાયેલા નેતા અને ગરીબોના પ્રશ્નો માટે અવાજ ઉઠાવનારા નેતા તરીકે જોવામાં આવે છે. સાંધીયેર ઝોનમાં મળેલી જીત બાદ તેમની રાજકીય પકડ અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ છે.

સાયણ સુગરની ચૂંટણીમાં એક તરફ પૂર્વ પ્રમુખ કેતન પટેલ અને વર્તમાન પ્રમુખ રાકેશ પટેલ જેવા અનુભવી ચહેરાઓએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે, તો બીજી તરફ સાંધીયેર ઝોનમાં દર્શન નાયકની જીતે ચૂંટણીના પરિણામોને વધુ રસપ્રદ બનાવ્યા છે.

સાયણ સુગરનું પરિણામ હવે દક્ષિણ ગુજરાતની આગામી કામરેજ અને બારડોલી સુગરની ચૂંટણીઓ માટે પણ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. સહકારી ક્ષેત્રની આ ચૂંટણીઓમાં સ્થાનિક નેતાઓની પકડ અને મતદારોનો મિજાજ આગામી દિવસોમાં વધુ સ્પષ્ટ થશે.


Share

Related posts

સુરત : આ વર્ષે પણ નહિ નીકળે રથયાત્રા : ગાઈડલાઈનને મહંતો દ્વારા રથયાત્રા નહિ કાઢવાનો નિર્ણય લેવાયો.

ProudOfGujarat

એક મહિના સુધી શુભ પ્રસંગો પર બ્રેક : કમુરતા શરૂ થતા લગ્નની શરણાઈનો સુર સાંભળવા મળશે નહીં

ProudOfGujarat

ગોધરાની શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રોફેસર ડો. સુરેશભાઈ ચૌધરીના બે પુસ્તકોનું વિમોચન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!