Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઓપરેશન ‘મ્યુલ હન્ટ’માં ભરૂચ પોલીસની મોટી સફળતા, ₹48.54 લાખની સાયબર ઠગાઈમાં બે આરોપી ઝડપાયા

Share

ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં ચાલી રહેલા વિશેષ અભિયાન ‘મ્યુલ હન્ટ’ અંતર્ગત ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પાલેજ પોલીસે દેશના વિવિધ રાજ્યોમાં થયેલી સાયબર ઠગાઈ સાથે જોડાયેલા મ્યુલ બેંક એકાઉન્ટ કૌભાંડમાં સંડોવાયેલા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ કેસમાં કુલ ₹48.54 લાખની છેતરપિંડીનો ખુલાસો થયો છે.

પાલેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ.એ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમે આ કેસમાં તપાસ હાથ ધરી હતી. ભારત સરકારના ઇન્ડિયન સાયબર કોઓર્ડિનેશન સેન્ટર (I4C) દ્વારા ઉપલબ્ધ કરાયેલા સમન્વય પોર્ટલ પર નોંધાયેલી 16 સાયબર ફરિયાદોના ડેટાના વિશ્લેષણ દરમિયાન પાલેજ વિસ્તારમાં શંકાસ્પદ મ્યુલ એકાઉન્ટ્સ હોવાની વિગતો સામે આવી હતી.

Advertisement

તપાસ દરમિયાન ખુલ્યું કે HDFC તથા બંધન બેંકમાં ખુલેલા એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને આરોપીઓ હિફઝલ મોહમ્મદ પોલા અને નોશીનાબાનુ મિયા અહમદ શેખે સાયબર ઠગાઈની રકમને અલગ-અલગ ખાતાઓમાં ફેરવવામાં મદદ કરી હતી. આ નાણાં દિલ્હી, તેલંગાણા અને કર્ણાટક જેવા રાજ્યોમાં થયેલી સાયબર ઠગાઈ સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓએ કમિશનની લાલચમાં પોતાના બેંક ખાતાઓ ભાડે આપી સાયબર ગેંગને નાણાં ટ્રાન્સફર કરવામાં મદદ કરી હતી. અત્યાર સુધીમાં કુલ ₹48,54,027ની રકમની ગેરરીતિ નોંધાઈ છે. આ મામલે પાલેજ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપી અયાનખાન ઐયુબખાન પઠાણને પકડવા માટે તપાસનો દોર વધુ તેજ કર્યો છે. પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે કોઈપણ વ્યક્તિ કમિશન કે લાલચમાં પોતાના બેંક એકાઉન્ટ અન્યને ઉપયોગ માટે ન આપે, નહીં તો તેઓ પણ ગુનામાં સહભાગી ગણાશે.


Share

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ભરૂચ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું.

ProudOfGujarat

વાંકલ : પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ત૨સાડી નગ૨ ખાતે મહા૨ાણા પ્રતાપની પ્રતિમા અને સર્કલનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

લીંબડી ટાંકી ચોક પાસે બે મહાકાય પીપળાના ઝાડ ઉગી નીકળલ છે જાણો વધુ…???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!