Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દયાદરા પ્રાથમિક શાળામાં બાળકો પાસે મજૂરી કરાવાનો વિડીયો વાયરલ

Share

 

આચાર્ય-હાજર શિક્ષકને કારણદર્શક નોટિસ આપી છે : ડીપીઈઓ

Advertisement

। ભરૂચ ।

ભરૂચ તાલુકાના દયાદરા ગામે પ્રાથમિક શાળાના બાળકો પાસે સિમેન્ટ ક્રોટિનો માલ બનાવવાની મજૂરી કરાવવામાં આવતી હોવાનો વિડીયો વાયરલ થયો છે. ઘટનાને પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસ માટે ટીમ મોકલી છે. ઉપરાંત પ્રાથમિક તબક્કે શાળાના શિક્ષક અને પ્રિન્સીપાલને કારણદર્શક નોટીસ આપી છે.

ભરૂચ જિલ્લામાં શાળામાં વિદ્યાર્થીઓ પાસે કામ કરાવવાનો વધુ એક મામલો સામે આવ્યો છે. ભુતકાળમાં હાંસોટ તેમજ ઝઘડિયા પંચકની શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસે શાળામાં કામ કરાવાતું હોવાનો વિડીયો વાયરલ થયાં હતાં. દરમિયાનમાં હાલમાં પુન: વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભરૂચ તાલુકામાં આવેલાં દયાદરા ગામે શાળાના બાળકો પાસે કડિયાકામ કરાવાતો હોવાના વિડીયોએ વિવાદ સજ્યોં છે. વિડિયોમાં નાના બાળકો પાસે સિમેન્ટ કોન્ક્રિટનો માલ બનાવડાવમાં આવી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. ઉપરાતં શાળાના સંકુલમાં વિવિધ પ્રકારના સ્ટેન્ડી બોર્ડ લગાવવા તેને સિમેન્ટ કોન્ક્રીટથી મજબુત પાયો બનાવવાની કામગીરી કરાવવામાં આવી રહી હતી.

સમગ્ર પ્રક્રિયા વેળાં ત્યાં માત્ર એક શિક્ષક હાજર હતાં. તે પણ મોબાઈલ પર વ્યસ્ત જણાયાં હતાં. દરમિયાનમાં એક જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાઓ વિડીયો ઉતારી વાષરલ કર્યો હતો. ઘટનાને પગલે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, હાલ જે વિડીયો વાયરલ થયો છે તે દયાદરા પ્રાથમિક શાળાનો વિડીયો હોવાનું જાણવા મળ્યું છે. અમે સ્થળ પર ટીમ મોકલીને તમામ પાસાઓની તપાસ કરાવી છે. ટીમે પ્રાથમિક રિપોર્ટ આપ્યો છે તેમાં શાળાના વિદ્યાર્થીઓ કે તેમના વાલીઓએ આ મામલાને લઈને કોઈ વિરોધ દર્શાવ્યો નથી. જોકે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે શાળાના પ્રિન્સીપાલ તેમજ વિડીયોમાં દેખાતાં શિક્ષકને કારણદર્શક નોટિસ આપવામાં આવશે. અમારી તપાસ ટીમના અહેવાલ તેમજ તેમના નોટિસના જવાબ સહિતની મુદ્દાઓને ધ્યાનમાં રાખી આગળની કાર્યવાહી કરવામાં આવશે.


Share

Related posts

ભરૂચના ભૃગુઋષી બ્રિજ નીચે મહિલા બુટલેગર માટે દારૂ વેચતાં બે ઝડપાયાં 

ProudOfGujarat

માંગરોળ તાલુકાની વિવિધ શાળાઓમાં ધોરણ 3 થી 5 માં શિક્ષણ કાર્ય કરાવતા શિક્ષકો માટે શિક્ષક આવૃત્તિ આધારિત તાલીમનું આયોજન કરવામાં આવ્યું…

ProudOfGujarat

ભરૂચના દાંડિયા બજારમાં અસામાજિક તત્વોનો આતંક : રાત્રે હુલ્લડ, નશો અને મહિલાઓ સાથે અશોભનિય વર્તનથી વિસ્તારમાં ભયનો માહોલ : પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!