Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પરપ્રાંતિય વેટરોની નોંધણી ન કરાવતાં કોન્ટ્રાકટર સામે કાયદેસર કાર્યવાહી

Share

ભરૂચ જિલ્લાના રહાડપોર ગામ સ્થિત “વેસ્ટર્ન પાર્ક” સોસાયટીના પ્લોટ નં. ૭૧માં રહેતા વેટરો સપ્લાઇ કરતા કોન્ટ્રાકટર અસજદ S/O મોહમ્મદ ઇસ્લામ ખાન વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, લગ્ન તથા જાહેર કાર્યક્રમોમાં વેટરો સપ્લાઇ કરવા માટે કોન્ટ્રાકટ હેઠળ કામ કરતા પરપ્રાંતિય મજુરોને લાવવામાં આવ્યા હતા, પરંતુ તેમની માહિતી નિયત ફોર્મમાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવામાં આવી નહોતી. આ બાબત મહે. ઇ. ચા. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચના જાહેરનામાનો સ્પષ્ટ ભંગ હોવાનું સામે આવ્યું છે. જાહેરનામાનો ભંગ કરવા બદલ કોન્ટ્રાકટર અસજદ ખાન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ ૨૨૩ (બી) મુજબ ગુનો નોંધાઈ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા અન્ય કોન્ટ્રાકટરોને પણ નિયમોનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

Advertisement

Share

Related posts

વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં એક ઇસમનો મૃતદેહ મળી આવતા ચકચાર

ProudOfGujarat

ભરૂચ : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગણેશ ઉત્સવ અંગે ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

લુણાવાડા તાલુકાના સિંગન્લીના જંગલોમાંથી વાઘનો મૃતદેહ મળી અનેક તર્કવિર્તક…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!